રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે હોસ્પિટલમાં વાહનો, પાકિટ અને મોબાઈલ ચોરી થયાની ઘટનાઓ વધારો થતાં પ્ર.નગર પોલીસ સફાળી જાગી હતી.અને ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું.
ચેકીંગ દરમિયાન સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પડ્યા પાથર્યા રહેતા 10 જેટલા શખ્સોને પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટ,પોલીસ જમાદાર જયુભા પરમાર, સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ અજીતસિંહ જાડેજા અને સુપરવાઈઝર જનકસિંહ ઝાલા દ્વારા પ્ર.નગર પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતાં. અને તેઓની પુછપરછ કરતા તેઓના કોઈ સગા સિવિલ હોસ્પિટલમાં દાખલ નહીં હોવાની કબુલાત આપી હતી. જેથી તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા.