ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતાં અને ઘર નજીક ખોડીયારનગરમાં કરિયાણાની દુકાન ચલાવતાં યુવતીને પાડોશમાં પાનની દુકાન ધરાવતા શખસે પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો છે.
વિગતો મુજબ, ગોંડલ રોડ ગીતાનગર શેરી નં ૮માં રહેતી મનીષા ખખ્ખર નામની ૨૭ વર્ષીય યુવતીએ માલવિયાનગર પોલીસ મથકમાં પાડોશમાં આરઝુ પાનથી ધંધો કરતો ઈલ્યાસ અને સુલતાન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણીના પિતાજી હયાત ન હોય ત્યારે ભાઈ સાથે ખોડિયારનગર-૧માં જલારામ પ્રોવીઝન નામથી કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા. ૧/૧ના તે દુકાને હતી ત્યારે સામે આરઝુ પાનની દુકાને ઊભો રહીને એક શખસ તેણીનો વિડ્યો ઉતરતો હતો.

જેથી યુવતીને આ શખસને બોલાવી શું કામ વિડ્યો ઉતારે છે તે બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, આરઝુ પાનવાળાએ કીધુ છે કે જલારામ પ્રોવિઝનવાળા બહેનનો વિડીયો ઉતારી ફેસબૂક ઇન્સ્ટાગ્રામ પર મુકી દે. ત્યારબાદ અઠવાડીયા પછી દુકાને સમાન મુકવા આવેલ શખસને ઈલ્યાસ ધમકી દીધી હોય જે બાબતે તેને સમજાવતા યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને હરરોજ તેણીનો પીછો કરતા હોય જે વાતથી કંટાળી આખરે યુવતીએ માલવીયા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી છે.