કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો….
અંદાજે પાંચ લાખની વીજચોરી પકડાઈ
પડધરી : રાજ્યભરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અને અપરાધીઓની 100 કલાકમાં યાદી બનાવવા રાજ્યના પોલીસવડાએ આપેલા આદેશ વચ્ચે રાજકોટ જિલ્લામાં પડધરી પોલીસ એક્શન મોડમાં આવી છે. પડધરી પોલીસે અસામાજિક તત્વો સામે બુલડોઝર નહીં પણ વીજ એક્શન લીધા છે જેમાં વીજતંત્રને સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ત્યાંથી પાંચ લાખની વીજચોરી પકડી વીજ કેનક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ રૂરલ પોલીસ વિભાગના પડધરી પીઆઇ એસ.એન.પરમાર અને તેમની ટીમે મંગળવારે પડધરી પીજીવીસીએલની ટીમને સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોના રહેણાંક મકાન અને અન્ય સ્થાનો ઉપર સંયુક્ત કામગીરી કરી અંદાજે રૂપિયા પાંચ લાખની વીજ ચોરી ઝડપી લઈ કડક વીજ એક્શન લેતા અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.