આર.કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફાર્મસીના છાત્રનો આપઘાત
અમરેલી પાસે પોતાના વતન માંથી બે દિવસ પૂર્વે જ હોસ્ટેલમાં આવ્યો’તો : કારણ અંગે રહસ્ય
શહેરમાં આર.કે.યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહેતા અમરેલી પંથકના છાત્રએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. બે દિવસ પૂર્વે પોતાના ઘરેથી હોસ્ટેલ પર આવ્યા બાદ આ પગલું ભરી લીધું હતું.હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ કરી છે.
વિગત મુજબ અમરેલી પંથકનો અને હાલ ભાવનગર રોડ પર ત્રંબા નજીક આવેલી આર.કે.યુનિવર્સીટીમાં ફાર્મસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો નિખિલ દીપકભાઈ સોલંકી (ઉ.વ.20)નામના છાત્રનો હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હોસ્ટેલના ગૃહપતિ સહિતના દોડી ગયા હતા.અને દોડી આવેલી 108ની ટીમે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી આવી હતી.અને તેના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતોતેને ક્યાં કારણથી પગલું ભર્યું વબબ એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ તેમના માતા-પિતાને કરવામાં આવતા એ પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા.
