‘તારી કૂતરીને સાઈડમાં રાખ’ કહી બેંક કર્મીને પાડોશીએ પથ્થરોના ઘા ઝીંક્યા
રાજકોટમાં નાનામવા પાસે રહેતા અને બેંકમાં નોકરી કરતાં પ્રૌઢ પર તેના પાડોશમાં રહેતા શખસે તેમની પાલતુ શ્વાન બાબતે અપશબ્દો કહી ઝગડો કરી પથ્થરો વડે માર મારતા ફરિયાદ નોંધાઈ છે.વિગત મુજબ નાનામવામાં મેઘમાયાનગરમાં રહેતા મનીષ વાળા નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના પાડોશમાં રહેતા જયેશ રમેશ રાઠોડનું નામ આપતા જણાવ્યું હતું.તેમના પિતા બાબુભાઈ કે જેઓ એસ.બી.આઈ બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.તેઓ શનિવારના રોજ તેમના ઘર પાસે તેઓની પાલતુ કુતરીને લઇને બહાર ગયા હતા.ત્યારે પાડોશમાં રહેતો શખસ જયેશ કુતરીને અપશબ્દ કહી રહ્યો હતો.જેથી બાબુભાઈએ જયેશને આ બાબતે ઠપકો દેતા તે ઉશ્કેરાયો હતો.અને પથ્થરોના ઘા ઝીંકી બાબુભાઈને ઇજા પહોંચાડી હતી.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.