રાજકોટના આશાપુરાનગરમાં ફાઇનાન્સરના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડા : સાત મહિલા ઝડપાઇ
શહેરના ભક્તિનગર વિસ્તારના આશાપુરાનગરમાં રહેતા ફાયનાન્સરે મકાનમાં જુગાર ક્લબ ચાલુ કર્યું હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસના સ્ટાફે દરોડો પાડી સાત મહીલા સહીત આઠ શખ્સોને ઝડપી 18,250નો મુદામાલ જપ્ત કર્યો હતો.
વિગતો અનુસાર, ભક્તિનગર પોલીસના પીએસઆઇ વસાવા, પુષ્પરાજસિંહ ગોહીલ અને સ્ટાફે આશાપુરાનગરમાં આવેલા ફાઇનાન્સર હરપાલસિંહ જુવાનસિંહ વાળાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો અને જુગાર રમતા શાંતુબેન જશાભાઇ હેરભા, શાન્તાબેન લક્ષ્મણભાઇ આડેસરા, નિશાબેન રામસિંગભાઇ ઠકુડી, આરતીબેન શાંતીલાલ રાયચુરા, હંસાબેન શ્રીપ્રસાદ રાણા, મીનાબા પરમાર અને સવીતા ગૌસ્વામીની તેમજ મકાન માલીક હરપાલસિંહ વાળાની પણ ધરપકડ કરી હતી.