રાજકોટના ટ્રેડર્સ સાથે અમેરિકાની બેન્કના અધિકારીના નામે રૂ.16.15 લાખની છેતરપિંડી
ભારતના બિઝનેશમેનની રૂ.78 લાખ ડોલરની એફડીના મેળવવા નકલી વરસાઈ બનાવી શીશામાં ઉતાર્યો
રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા અને પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવી ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરનાર નિલેશ વલ્લભભાઈ પાધરા સાથે અમેરિકાની એનવાયસીબી બેંકના અધિકારીના નામે ફોન કરી ખોટું વરસાઈ સર્ટિફિકેટ મેળવી અમેરિકાની બેન્કમાં એક ભારતીયના રૂ. 78 લાખ ડોલરની એફડી મેળવવાના નામે રૂ. 16.15 લાખ પડાવી લેનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરતા નિલેશ વલ્લભભાઈ પાધરાએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં જણાવ્યું છે ગત તા 24/7/2023 ના રોજ ફેસબુક ફ્રેન્ડ નતાશાએ તેને એક લિંકમાંથી મેસેજ આવ્યો હતો. જેમાં વાત કરનાર અમેરિકા સ્થિત એનવાયસીબી બેન્કમાં ચીફ એડમીન ઓફિસર હોવાનું જણાવી અને તેનું બેંકનું ઓળખકાર્ડ તથા તેના સર્ટિફિકેટનું ઇમેલ કર્યેા હતો. વાતચીતમાં જણાવ્યું કે, ભારતના એક બિઝનેસમેન છે જે મૃત્યુ પામ્યા છે તેના નામની ૭૫ લાખ ડોલરની એફડી કરી હતી અને તેમની વ્યાજ સહિતની કુલ ૭૮.૭૫ લાખ ડોલરની રકમ એકાઉન્ટમાં જમા છે અને તેના કોઈ વાલીવારસ નથી તેના વારસદાર બનવા નીલેશભાઈને ઓફર કરી જે રૂપિયા આવે તેમ 60 % અને 40 % નો હિસ્સો નક્કી કર્યો હતો. અને અમેરિકાની એનવાયસી બેન્કનું વારસદાર તરીકેનું સર્ટિફિકેટ નિલેશભાઈને મોકલ્યું હતું. બિઝનેસમેન મૃત્યુ પામ્યા હોય તેનું બેન્ક ખાતું બધં થઈ ગયું છે જે ખાતું ચાલુ કરવા માટે તેમજ આ બાબતે જરૂરી કાનૂની કાર્યવાહી માટે વકીલની ફી સહિતમના ખર્ચ માટે રૂ.16.15 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
બાદમાં વધુ રકમની માંગણી કરતાં નિલેશભાઈએ આ બાબતે રાજકોટ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
