આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ નશીલા પદાર્શ ઘુસાડવાનો નવતર કીમિયો
રૂ. 2.31 લાખનું કોકેઈન અને 46 લાખનું કેનાબીજ ડ્રગ્સ કબજે
અમદાવાદ સાયબર યુનિટે ડ્રગનું આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ મોકલાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ અને સોશ્યલ મીડિયાના ઉપયોગ કરી કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની દ્વારા બુક્સ અને રમકડામાં ડ્રગ અમદવાદ માં ઘુસાડવામાં આવ્યું હતું જે રેકેટ પોલીસે પડકી પાડ્યું છે. પુસ્તકના પાનામાં ડ્રગ પલાળીને રાખવામાં આવતું હોવાનું અને ડિલિવરી પછી પાનાનાં નાના ટુકડાઓ કરીને ડ્રગ તૈયાર કરવાના ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી સંખ્યામાં બુક્સ અને રમકડા પકડ્યા છે. ડ્રગ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં ધરપકડનો દૌર શરુ થશે. રૂ. 2.31 લાખનું 2.31 ગ્રામનું કોકેઈન અને 46 લાખની કિંમતનાં 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને જપ્ત કર્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરતાં લાખોની કિંમતનું કોકેન અને એનું મટીરિયલ મળ્યું છે. આ કોકેન કેનેડાથી આવ્યું છે, એની પાછળ ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે. બીજી તરફ, આ વખતે ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી પણ એટલી જોરદાર હતી કે ડ્રગ્સને લિક્વિડ ફોર્મ બનાવી એને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું, જેના કારણે કોઈને પુસ્તક પર શંકા ન જાય, પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમને મળેલી એક ટિપના આધારે આખું રેકેટ સામે આવ્યું છે. ખાસ વાત છે કે પુસ્તકનાં પાનામાં ડ્રગ્સને ચોટાડી દેશ-દુનિયામાં મોકલવામા આવતું હતું, એટલું જ નહીં, આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફત ટ્રાન્સફર કરવામાં આવતું હતું. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતું.