વેપારીને હનીટ્રેપમાં ફસાવી 4 લાખ પડાવવા કાવત્રુ રચનાર દંપતી સામે ફરિયાદ
જસદણમાં દૂધના વેપારીને ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવનાર દંપતીની ધરપકડ
જસદણમાં દૂધના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ગામની જ એક મહિલાએ પતિ સાથે મળી ૨૦ હજાર પડાવી લઇ બળાત્કારના કેસનો ડર બતાવી વધુ રૂ.૪ લાખ પડાવવા કાવતરું રચી ધમકી આપતા આ મામલે વેપારીએ પોલીસને જાણ દંપતિ સામે ગુનો પોલીસે ગુનો નોંધ્યો છે.
જસદણમાં રહેતા દૂધના વેપારી 52 વર્ષના વશરામભાઇ રવજીભાઇ છાયાણીની ફરિયાદ પરથી જસદણના વલ્લભ પ્રેમજીભાઇ જસાણી અને તેની પત્નિ ભાવના વલ્લભ જસાણીની ધરપકડ કરી છે. 52 વર્ષીય વશરામભાઇ છાયાણીએ જણાવ્યું હતું કે ગઈ તા. ૧/૧૧ના સવારે નવેક વાગ્યે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારે તેનું નામ ભાવનાબેન જસાણી જણાવી એક લિટર દૂધ ઘરે આપી જાવ તેમ કહેતાં વશરામભાઇ ભાવનાના ઘરે દૂધ આપવા ગયા ત્યારે અગાઉના દૂધનો હિસાબ પણ કરી લઇએ તેમ કહી અંદરના રૂમમાં લઇ જઇ સેટી પર બેસાડી ભાવનાએ પોતાના કપડા ઉતારી શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. વશરામભાઇ કશું સમજે તે પહેલા ભાવનાનો પતિ વલ્લભ પ્રેમજીભાઇ જસાણી આવી ગયો હતો.વલ્લભે તમે આ શું કરો છો? તેમ કહેતાં વશરામભાઇએ મેં આમાં કંઇ કર્યુ નથી તેમ કહ્યું વલ્લભે અત્યારે તમે જાવ પછી આપણે વાત કરશું તેમ કહેતાં વશરામભાઇ ત્યાંથી નીકળી ગયા
બીજા દિવસે વલ્લભે વશરામભાઇને ફોન કરી પોલીસ કેસ કરવો છે તેમ કહી ૩૦ હજારની માંગણી કરી હતી. જે પૈકી ૨૦ હજાર આપી દીધા હતાં. ત્યારબાદ તા: ૨૫/૧૧ના રોજ ફરીથી ૪ લાખ નહિ આપો તો બળાત્કારની ફરિયાદ કરીશ તેમ કહી વશરામભાઇને ધમકાવ્યો હતો અને તું આ પહેલો નથી, ચોથો છો, તારી પહેલા ઘણાયે પૈસા આપીને પુરુ કર્યુ છે. તેમ કહેતાં વશરામભાઇએ પોલીસને ફરિયાદ કરી હતી.