Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગાંજાનું નેટવર્ક ભેદવાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને

Wed, September 18 2024

જંગલેશ્વરમાંથી પકડાયેલા ૫૧ કિલો ગાંજાની તપાસ ભક્તિનગર પોલીસ પાસેથી ખૂંચવી DCBને સોંપાઈ
ગાંજો સપ્લાય કરનાર ગોંડલના શખ્સ તેમજ જેના દોરીસંચારથી આ ધંધો ચાલી રહ્યો’તો તે જાવેદ જૂણેજા પોલીસ પકડથી દૂર
અચાનક જ તપાસ આંચકી લેવાતા પોલીસ બેડામાં તરેહ તરેહની ચર્ચાઓ

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ગત રવિવારે જંગલેશ્વરમાં હુસેની ડેરીવાળી શેરીમાં આવેલી ઓરડીમાંથી ૫૧૮૬૦ કિલોગ્રામ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. એકંદરે અહીંથી ગાંજા સપ્લાયનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ પણ થયો હતો. એસઓજીએ એકદમ સંયમપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યા બાદ ગાંજાના મસમોટા જથ્થો તેમજ બે આરોપીની સોંપણી ભક્તિનગર પોલીસને કરી હતી. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ રજૂ કરાયા હતા જે માંગ ફગાવી દેવાઈ હતી. દરમિયાન આ ગાંજાકાંડની તપાસમાં એક નવો જ વળાંક આવ્યો છે અને હવે આગળની તમામ તપાસ ડીસીબી મતલબ કે ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસઓજી દ્વારા ગાંજા સાથે રફીક યુસુફભાઈ જુણેજા અને અસ્લમ ગુડ્ડુભાઈ સૈયદ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્નેએ જાવેદ જુણેજા કે જે જંગલેશ્વરની નામચીન મહિલા રમાનો પૂર્વ પતિ હોય તેના દોરીસંચારથી આ ધંધો કરી રહ્યા હોવાની કબૂલાત આપતાં પોલીસે તેનું નામ પણ ખોલ્યું હતું. બીજી બાજુ ગાંજાનો આ જથ્થો ગોંડલનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત આપતાં પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી હતી.


ગાંજા સપ્લાયનું નેટવર્ક ભેદવા માટે ભક્તિનગર પોલીસ દ્વારા અસલમ અને રફીકને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા જે નામંજૂર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ગોંડલના શખ્સ તેમજ જાવેદ જુણેજાને પકડવા માટે પોલીસ દ્વારા દરોડાનો દોર આરંભી દેવામાં આવ્યો હતો ત્યારે જ પોલીસ કમિશનર દ્વારા આ દરોડાની સમગ્ર તપાસ ભક્તિનગર પોલીસ પાસેથી ખુંચવી લઈને ડીસીબીને સોંપી દેવામાં આવતા હવે ડીસીબી દ્વારા આરોપીઓને પકડવા તેમજ ગાંજા વેચાણની સિન્ડીકેટમાં કોણ કોણ સામેલ છે તે સહિતની તપાસ કરવામાં આવશે.


દરમિયાન આ અંગે ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે હજુ સુધી ભક્તિનગર પોલીસ પાસેથી તપાસ લઈને ડીસીબીને સોંપવાનો હુકમ તેમને કરવામાં આવ્યો નથી. જો કે સત્તાવાર વર્તુળોએ આ ગાંજા રેડની તપાસ ડીસીબીને સોંપી દેવામાં આવી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

અચાનક જ ભક્તિનગર પોલીસ પાસેથી તપાસ શા માટે આંચકી લેવામાં આવી છે તેને લઈને પોલીસ બેડામાં તરેહ તરેહની ચર્ચાઓનો દોર પણ શરૂ થઈ જવા પામ્યો છે.

Share Article

Other Articles

Previous

PCBનો મૂળમાં ઘા: ૫૭૯ લીટર દેશી-૩૧૬ બોટલ વિદેશી દારૂ પકડ્યો

Next

ભાજપ અને શિવસેનાના નેતાઓ રાહુલ ગાંધીને હત્યા અને હુમલાની ધમકી આપે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
1 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

વલસાડના કપરાડામાં 15.63 ઈંચ વરસાદ, 150થી વધુ માર્ગો બંધ: મધુબન ડેમમાંથી દમણગંગામાં 99,808 ક્યુસેક પાણી છોડાયું
ગુજરાત
1 મહિના પહેલા
શેર બજારમાં સતત તેજી: સેન્સેક્સ 79675ની સર્વોચ્ચ સપાટીએ, ચોતરફા લેવાલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળી એટલે સુવર્ણયોગ : પીળી ધાતુ ‘પહોંચ’ની બહાર છતાં’ય વેચાણ વધશે,વોલ્યુમ ઘટશે
ગુજરાત
11 મહિના પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી લૂંટાઈ ગયું પાકિસ્તાન !! અધધધ… 869 કરોડનું નુકસાન, ટિકિટનું વેચાણ ઓછું થયું,સ્પોન્સર્સ પણ પૂરતા ન મળ્યા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર