એ.જી.ચોક પાસે ત્યક્તા પર ધરાર પ્રેમીનો નિર્લજજ હુમલો
સબંધ રાખવા માટે દબાણ કરી મહિલાનો હાથ પકડી મારી નાખવાની ધમકી આપી
યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી ત્યક્તાનો પીછો કરી એ.જી. ચોક પાસે રોકી પાળગામના શખ્સે સબંધ રાખવા માટે દબાણ કરીને મારી નાખવાની ધમકી આપી નિર્લજજ હુમલો કરતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાળગામમાં રહેતા હર્ષ હેમંતસિંહ ડોડીયાનું નામ આપતા જણાવ્યું છે કે પોતાના ૨૦૨૩ માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ પુત્ર અને પુત્રી સાથે રહે છે. અગાઉ મવડી પાળગામમાં હર્ષ સાથે પોતાને ઓળખાણ થયા બાદ બંને વચ્ચે ફોનમાં વાતચીત થતી હતી.બે મહિના પહેલા આ હર્ષ પોતાના ઘરે આવી પોતાની સાથે ખરાબ વર્તન કરતા પોતે પોલીસમાં જાણ કરવાની વાત કરતા તેણે કહેલ કે હવે બીજી વાર નહી કરે તેમ કહ્યું હતું. તેમ છતા હર્ષ સંબંધ રાખવા માટે ઘરે આવી ગાળો આપી ઘરના સભ્યોને માર મારવાની ધમકી આપતો હતો. બાદ રાત્રિના પોતે પોતાનું એકટીવા લઇ એ.જી. ચોક તરફ જતા હતા. ત્યારે આરોપી હર્ષ તેણીની પાછળ આવી એ.જી ચોક પાસે રોકી એક્ટીવામાંથી ચાવી કાઢી લીધી હતી.અને ગાળો આપી સબંધ રાખવા દબાણ કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.રત્નુંએ ગુનો નોંધી ધરાર પ્રેમીની અટકાયત કરી છે.
