એઇમ્સમાં નોકરી આપવાનું કૌભાંડ : તબીબે 10 પાસેથી રૂ.5.50 લાખ પડાવ્યા
- જિલ્લા આરોગ્ય અધિકારીની ઓળખ આપી રાજકોટના યુવકને ફસાવી તેના 9 મિત્રોને પણ શીસામાં ઉતાર્યા
- તબીબે ગાંધીનગરના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય સહી–સિકકાવાળા ડુપ્લીકેટ ઓર્ડર પણ મોકલ્યા ’તા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં વધુ એક નકલી કૌભાંડ ઝડપાયું છે. જેમાં રાજકોટની એઇમ્સમાં નોકરી આપવાનું કહી તબીબે 10 નોકરી વાંચ્છુંકો પાસે રૂ.5.50 લાખ પડાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે આ તબીબે ડુપ્લીકેટ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરના સહી-સિકકાવાળા ઓર્ડર પણ મોકલ્યા હતા.
વિગતો મુજબ બનાવ અંગે રાજકોટમાં રેલનગર ફાયર સ્ટેશનની બાજુમાં ક્રાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતાં મૂળ કોડીનારના રોણાજ ગામના વતની હરેશભાઈ બાલુભાઈ સવનીયા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ડો. જતીન ધોળકિયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લિંગ હોસ્પીટલમાં છેલ્લા ચાર વર્ષથી નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે.ગત 05/12ના તેમના ઇન્સ્ટાગ્રામમાં ડો. વિશ્વાસ પટેલની આઈડીમાંથી મેસેજ આવ્યો હતો. અને સામેવાળી વ્યક્તિએ એઇમ્સમાં નોકરી આપવાનું અને 10 જગ્યા ખાલી હોવાનું કહી એક મોબાઈલ નંબર આપ્યો હતો.અને તેમ કોન્ટેક કરવાનું જણાવ્યું હતું. જેમાં હરેશભાઈએ સંપર્ક કરતાં સામે વાળા વ્યક્તિએ પોતે ગાંધીનગરથી મુખ્ય જિલ્લા આરોગ્ય શિકારી બોલે છે. તેવું જણાવ્યું હતું,અને નોકરી આપવી દેવાની વાત કરી 55 હજાર માંગ્યા હતા. અને હરેશભાઈએ પૈસા મોકયાના એક મહિના બાદ ડુપ્લીકેટ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરના સહી, સિકકાવાળા ઓર્ડર પણ મોકલી આપ્યો હતો. અને જોઈનીગ લેટર એક માસમાં આપી દેશે તેવું જણાવ્યું હતું. જેથી હરેશભાઈને વિશ્વાસ આવી ગયો હતો.
જ્યારે તબીબે વધુને શિકાર બનવાનો પ્લાન કરી હરેશભાઇ અન્ય કોઈને નોકરીની જરૂર હોય તો તેવી વાત કરી હતી. જેથી યુવકને તેના અન્ય 9 મિત્રોને આ બાબતે વાત કરતાં તેઓએ તબીબને રૂ. 55 હજાર મોકલ્યા હતા. અને તબીબે આ તમામ લોકોને નકલી ઓર્ડર મોકલી આપ્યો હતો. જ્યારે એક માસ જતાં હરેશભાઈએ તબીબનો સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. અને તપાસ કરતાં તેઓ છેતરપિંડીના ભોગ થયાનું જણાવ મળતા તેમણે રૂ.5.50 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.