યુનિવર્સિટી રોડ પર યુવકને પત્નીના પ્રેમી અને મિત્રએ મારી નાખવાની ધમકી દીધી
શહેરમાં માધાપર ચોકડી પર રહેતો યુવક યુનિવર્સિટી રોડ પર રાત્રિના હતો.ત્યારે તેની પત્નીના પ્રેમી અને મિત્રએ ઝગડો કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કાર્યવાહી કરી છે.વિગત મુજબ મૂળ જામજોધપુરના અને હાલ માધાપર ચોકડીએ રહેતા નરેશ ડાયાભાઈ સાગઠીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાહુલ લખમણ સાગઠીયા અને નીતિન બગડાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેના 2017માં સવિતા સાથે લગ્ન થયા હતા.અને બંને વચ્ચે ઝગડો થતાં સવિતા તેના માવતરે જતી રહી હતી.અને ત્યાં આરોપી રાહુલ સાથે પ્રેમ સબંધ થતાં તેની સાથે રહેવા લાગી હતી.જેથી આ બાબતની જાણ નરેશભાઈને થતાં તેઓ સવિતા હોસ્પિટલમાં કામ કરતી ત્યાં ગયા હતા.ત્યારે રાહુલ પણ ત્યાં જ મળી આવ્યો હતો.અને તે સમયે ઝગડો થયો હતો બાદમાં સમાધાન થયું હતું.શનિવારે મોડી રાત્રિના નરેશભાઈ યુનિવર્સિટી રોડ ઉપરથી જતાં હતા.ત્યારે રાહુલ તેના મિત્ર સાથે ઘસી આવ્યો હતો.અને બોલાચાલી કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.