એવરેસ્ટ બિલ્ડીંગમાં પોલીસપુત્ર સંચાલિત જુગારક્લબ પકડાઈ: 25 જુગારીઓ પકડાયા
સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલા જુગારીઓમાં નાસભાગ: રૂ.2.85 લાખની રોકડ કબજે
ગ્રામ્ય વિસ્તાર બાદ મહાનગરપાલિકાએ સીલ કરેલી ઓફિસમાં ઘોડિપાસાની જુગારક્લબ શરૂ કરીતી વોઇસ ઓફ ડે રાજકોટ રાજકોટના પોશ વિસ્તાર ગણાતા લીમડા ચોક નજીક એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે ઓફિસ નંબર 906 ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર મોસીન દ્વારા ચલાવાતી ઘોડીપાસાની કબલ ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડામાં રાજકોટ,ધોરાજી, ગોંડલ, પડધરી, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલા 25 જુગારીઓને રૂ.2.85 લાખની રોડક સાથે પકડી લેવામાં આવ્યા હતા.
એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે ઓફિસ નંબર 906માં ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં જુગાર રમાતો હોવાની એ ડિવિઝનના જગદીશભાઈ વાંક તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી. જે આધારે પીઆઈ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પીએસઆઈ જી.એન.વાઘેલા તથા ટીમે દરોડો પાડ્યો હતો. જુગાર રમતા ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર પરસાણાનગરના મોસીન મહમદહુશેન પઠાણ, જંગલેશ્ર્વરના અગાઉ જુગાર ક્લબ ચલાવવામાં સપડાયેલા નામચીન તનવીર રફીકભાઈ શીશાંગીયા, મોરબીના સલીમ હાજીભાઈ સુમરા, રાજકોટના સૌકત હુશેનભાઈ કરગથરા ઉપરાંત મોસીન સલીમભાઈ મોટાણી (ઉ.વ.32, રહે પરસાણા નગર-6), જગદીશભાઈ વિભાભાઈ રાતડીયા (ઉ.વ.34, રહે.માલધારી સોસાયટી), મયુર રમેશભાઇ બાંભવા (ઉ.વ.34, રહે. કુવાડવા રોડ), તનવીર રફીકભાઈ શીશાંગીયા (ઉ.વ.39, રહે. જંગ્લેશ્ર્વર), અમીન ઝહુરભાઈ શીશાંગીયા (ઉ.વ.31, રહે.ધરમનગર આવાસ યોજના), નૈમિષ શામજીભાઈ નોંધણવદરા (ઉ.વ.29, રહે. સંતકબીર રોડ), અમીત જીતેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.38, રહે. મોરબી, રામકૃષ્ણ સોસાયટી, હાઉસીંગ બોર્ડ), બસીર અમીનભાઈ ગરાણા (ઉ.વ.24, રહે.ગુલજાર પાર્ક, ધોરાજી), સલીમ હાજીભાઈ સુમરા (ઉ.વ.35, રહે.પંચાસર રોડ, મોરબી), ઈમરાન સતારભાઈ મીઠાણી (ઉ.વ.40, રહે.અંકુર સોસાયટી, રાજકોટ), અસલમ મહમદભાઈ કલર (ઉ.વ.31, રહે.ગંજીવાડા), હાજીભાઈ ઉમરભાઈ ખીરા (ઉ.વ.40, રહે.45 નંબરવાળી પવનચક્કી આગળ, જામનગર), સોકત હુશૈનભાઈ કરગથરા (ઉ.વ.35, રહે. નવી ઘાંચીવાડ, રાજકોટ), વિજય નારણભાઈ સોલંકી (ઉ.વ.24, કેકેવી હોલની પાછળ, રાજકોટ), ઈમ્તીયાઝ મહમદ ગરાણા (ઉ.વ.42, રહે.ગુલજાર પાર્ક, ધોરાજી), સરફરાજ અબ્દુલભાઈ દલવાણી (ઉ.વ.42, રહે.મોચીનગર સોસાયટી, રાજકોટ), સીરાજ કાદરભાઈ સુમરા (ઉ.વ.31, રહે. દુધની ડેરી, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી), ઈકબાલ કાસમભાઈ સમા (ઉ.વ.42, રહે. અંકુર સોસાયટી, રાજકોટ), સદામ સુલતાનભાઈ સલોત (ઉ.વ.30, રહે. રામનાથપરા), આમદ બોદુભાઈ ખીરાણી (ઉ.વ.44, વિક્રમસિંહજી રોડ, ચોરડી દરવાજા, ગોંડલ), અશ્ર્વિન પ્રેમજીભાઈ ગોહેલ (ઉ.વ.36, રહે. હુલર મીલ ખેતીવાડી સામે, જામનગર), વિશાલ ભીખુભા રાબા (ઉ.વ.28, રહે.પાવન પાર્ક, હાઉસીંગ બોર્ડના કવાર્ટર, મોરબી), વિનોદ છગનભાઈ પ્રજાપતિ (ઉ.વ.53, ખોડીયાર કોલોની, જામનગર), નરોતમ હીરજીભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. નારણકા શીવપુર, રાજકોટ)ની ધરપકડ કરી રૂ.2.85 લાખની રોકડ અને એક મોબાઈલ મળી મળી રૂ.2.90 લાખનો મુદામાલ કબજે કરાયો હતો.
બોક્ષ ડીસમીસ્ડ પોલીસમેનનો પુત્ર દોઢ માસથી જુગારક્લબ ચલાવતોતો એવરેસ્ટ બિલ્ડિંગના નવમાં માળે ઓફિસ નંબર 906માં પકડાયેલી ઘોડીપાસાની કબલ ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર મોસીન દ્વારા ચલાવાતી હતી. મોસીન મહમદહુશૈન પઠાણે છેલ્લા દોઢ માસથી અલગ અલગ સ્થળે જુગારક્લબ શરૂ કરી હતી જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ તેમજ જેતપુર પંથકમાં અલગ અલગ સ્થળો બદલતો મોસીન મહમદહુશૈન પઠાણે એવરેસ્ટ બિલ્ડિંગના નવમાં માળે ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પારસ અને નંદલાલની ઓફિસમાં છેલ્લા પાંચ દિવસથી જુગારક્લબ શરૂ કરી હતી.
જે ઓફિસમાં જુગાર ક્લબ પકડાઈ તેમાં ચડત વેરાને લઈને મહાપાલિકા દ્વારા સીલ કરાયેલી હોવાનું ખૂલ્યું છે ત્યારે પોલીસપુત્રએ શું સીલ અને લોક તોડીને જુગાર રમાડાતો હતો કે અગાઉથી સીલ તૂટેલા હતા? તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. જુગાર ક્લબ સાથે ઓફિસમાં દારૂની મહેફિલ પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.ઓફિસની બહારના ભાગે લોબીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. જુગાર સંચાલક મોસીન અગાઉ પણ પડધરી તથા આટકોટમાં જુગાર કેસ તેમજ મારમારી સહિત ગુના નોંધાયેલ છે તેમજ જંગલેશ્વરના તનવીર શીશાંગીયા અને મોરબીના સલીમ સુમરા પર પણ દારૂ મારામારી સહિતના ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે. જે ઓફિસમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હતો તે પારસ નામના કોઈ વ્યક્તિની હોવાની પોલીસને માહિતી મળી છે.
