કોઠારીયામાં કારખાનામાં જુગાર રમતા 9 પટેલ વેપારીઓ પકડાયા
રૈયા ચોકડી ઓવર બ્રિજ નીચે પતા ટીચતા 7ને દબોચી લેતી ગાંધીગ્રામ પોલીસ
શ્રાવણમાસની શરૂઆત પૂર્વે જ રાજકોટમાં ઠેર ઠેર જુગારના પટ મંડાયા છે.જેમાં પોલીસે બે સ્થળે જુગારના દરોડા પાડયા છે.પ્રથમ દરોડો કોઠારીયામાં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં પાડી 9 પટેલ વેપારીઓને દબોચી 24 હજારની રોકડ કબજે કરી છે. અને બીજો દરોડો રૈયા ચોકડીના ઓવર બ્રિજ નીચે ગાંધીગ્રામ પોલીસે પાડી 7 પતા પ્રેમીઓને પકડ્યા છે.
પ્રથમ દરોડાની માહિતી મુજબ આજીડેમ પોલીસના પીએસઆઈ એ.આર.રાઠોડ અને ટીમે કોઠારીયા શીવ ઇન્ડસ્ટ્રીઝ એરીયા 2 માં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા ભાવનીભાઇ ગોળ, નીશાંતભાઇ ઝાલાવાડીયા, રમેશભાઇ ઇસોટીયા,સાગરભાઇ સવાણી, દીનેશભાઇ ગોધવાણી, વૈભવભાઇ અકબરી, યોગેશભાઇ ઇસડીયા, મૂકેશભાઇ ઠુંમર અને શૈલેષભાઇ કોટડીયાને દબોચી રોકડ રૂ.25 હજાર કબજે કર્યા છે.બીજો દરોડો ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ.મસરીભાઈ ભેટારીયાએ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ઓવર બ્રીજ નીચે પાડી પતા ટીચતા લાખા બોડીયા, સરવનભાઇ પાવર, ભરતભાઇ ધોળકીયા, સુરેશ થાવરાણી,ધીરુ વસા,અરુણ ત્રિવેદી અને સોમાભાઇ સિખરીયાની ધરપકડ કરી રોકડ રૂ.10 હજાર કબજે કરી છે.