સુરતના 2 બંગ્લામાંથી એન્ટિક મૂર્તિ સહિત 2.70 લાખની ચોરી
150થી વધુ CCTVની મદદથી 3 પકડાયા
સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ, કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ છે. આ અંગે ડુમસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ શરૂ હતી જેમાં 150થી વધુ કેમેરાના આધારે (0૧) શૌકત ઉર્ફે શંકર દિલાવરભાઇ રાઠોડ, (૦૨) તેજસ પપ્પુભાઇ રાઠોડ (૦૩) સુનિલ શંકરભાઇ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે
સિટીલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલન્સ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ આવેલો છે.
આ બંગલામાંથી 22મી તારીખે રાત્રીના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેપ્સિબેલ ગ્રીલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ 90 હજાર, પિત્તળ અને તાંબાના વાસણો 25 હજાર, કેમેરો લેન્સ સહિત 2.15 લાખની ચોરી કરી છે. 4 બદમાશો ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી છે. અન્ય ચોરીના બનાવમાં સાયલન્ટ ઝોનમાં જે.આર.વિલા ફાર્મહાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઈમીટેશન જવેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55500ની ચોરી કરી હતી.
આ ચોરી 18મી તારીખે થઈ હતી. આ અંગે મેનેજર હિમાશું લક્કડએ ડુમસ પોલીસમાં ફરિયાદ આપી હતી