બે ગઠિયાઓએ જૂની કાર વેચવાનું કહી વેપારી પાસેથી પૈસા પડાવી લઇ કારમાં રાખેલો સામાન મૂકીને પરત આવવાનું કહી નાશી ગયા
રાજકોટમાં જામનગર રોડ પર ઉસ્માનીયા મસ્જિદની બાજુમાં રહેતા વેપારી જૂની કાર લેવા જતાં ગઠિયાઓના ચુંગલમાં ફસાયા હતા.અને આ ગઠિયાઓએ જૂની કાર આપવાનું કહી રૂ.૩.૧૪ લાખ પડાવી કારમાં રહેલો સામાન ઘરે મૂકી પોતે પરત આવે તેવું કહી નાશી જઈ છેતરપિંડી કરતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ જામનગર રોડ પર ઉસ્માનીયા મસ્જિદની બાજુમાં સંજયનગર-1માં રહેતા અસલમભાઇ અહેમદભાઇ હિંગોરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રઇશ રમજાનભાઇ રાઉમા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, દુધ સાગર રોડ) અને ફકીરમામદ બાઉદીનભાઇ રાઉમા (રહે,માળીયા મીયાણા)નું નામ આપતા જણાવ્યું હતું કે,પોતાને કાર લેવી હોવાથી પરિચિત રઇશને વાત કરી હતી.અને રઇશે પોતાના મિત્રને જૂની કાર વેચવાની છે તેમ કહ્યું હતું.જેથી રઇશે ફકીરમામદને મળવા બોલાવ્યો હતો. ફરિયાદી કાર જોતાં પસંદ આવી હતી.અને પોતે ખીરીદી લેશે તેમ કહ્યું હતું.જેથી ફરિયાદીએ આરોપીઓને રોકડા અને ઓનલાઈન મારફત કુલ રૂ.૩,૧૪,૯૯૮ આપ્યા હતા.પૈસા આપતા આરોપી ફકીરમામદે કારમાં પોતાનો સામાન પડ્યો હોવાનું અને તે ઘરે મૂકીને આવે બાદમાં કાર આપી દેશે તેમ કહી તે નીકળી ગયો હતો.અને પરત જ ન આવતા વેપારીને પોતાની સાથે ઠગાઇ થયાનું માલૂમ પડતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.