રાજકોટ રૂરલ એસ.ઓ.જીની ટીમી ગોંડલ પાસેથી 5.74 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરીને કુલ રૂ.61 હજારનો મુદામાલ કબેજ કર્યો છે. વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના અનુસંધાને રૂરલ એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ એફ.એ. પારંગી તથા પીએસઆઈ બી.સી.મિયાત્રા એસ.ઓ.જીના સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ.જયવીરસિંહ રાણા હેડ કોન્સટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઈ દાફડા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે સંજુ દિપકભાઈ વાઘેલા (રહે. જેતપુર જી. રાજકોટ) વાળો ઉમવાડા ચોકડી પાસે આવેલ લોખંડનાં ઓવરબ્રિજ પાસે ગાંજાનો જથ્થો રાખી ડીલેવરી માટે ઊભો છે. જે મળેલ હકિકત આધારે રેઇડ કરતા સંજુ દિપકભાઈ વાઘેલા અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા(ઉ.વ.૩૨ રહે.રાજસ્થાન)ને પકડી પાડી તેમની પાસેથી ગાંજાનો કુલ જથ્થો ૫.૭૪૯ કિલોગ્રામ જેની કિ.રૂ. ૫૭,૪૯૦ મળી કુલ મુદામાલ રૂ.૬૧,૪૯૦ પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.