Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારની માર્કેટ કેપ પહેલી વખત આટલા કરોડ ડોલરને પાર

Wed, November 29 2023

માર્કેટ કેપિટલમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી પાંચમો નંબર
આગામી દિવસોમાં ભારત અમેરિકા, ચીન અને જાપાનને પણ માર્કેટ કેપિટલમાં ચેલેન્જ આપશે

ભારતનો GDP હજુ ચાર ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલર સુધી નથી પહોંચ્યો પરંતુ ભારતીય શેરમાર્કેટની વેલ્યૂ એટલે કે માર્કેટ કેપ 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. એટલે કે ભારતના જીડીપી કરતા પણ શેરબજાર આગળ નીકળી ગયું છે. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂ આજે પહેલી વખત 4 ટ્રિલિયન ડોલર એટલે કે 333 લાખ કરોડ રૂપિયા કરતા વધી ગઈ હતી. આગામી દિવસોમાં ભારત અમેરિકા, ચીન અને જાપાનને પણ માર્કેટ કેપિટલમાં ચેલેન્જ આપી શકે છે.

ભારતની કોમ્પિટિશન કોની સાથે?
ભારતીય શેરબજાર હવે માર્કેટ કેપિટલની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમે છે. ટોચના ચાર સ્થાન પર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી ઈન્ડેક્સ 10 ટકા કરતા વધારે વધ્યો છે. એટલે કે વર્ષ 2023માં અત્યાર સુધીમાં ભારતની માર્કેટ કેપિટલમાં 51 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં પણ સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આઉટપરફોર્મન્સ કરવામાં આગેવાની લીધી છે. આ ઉપરાંત શેરમાર્કેટમાં તાજેતરમાં ઢગલાબંધ આઈપીઓ આવ્યા છે જેમાં મૂડીરોકાણના કારણે આખા માર્કેટની વેલ્યૂ વધતી જાય છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલરની ક્લબમાં આવી ગયું હતું. ત્યાર બાદ વધુ એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરવામાં અઢી વર્ષ લાગ્યા છે.

શેરમાર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવ વધે તથા નવા લિસ્ટિંગ થાય ત્યારે માર્કેટ કેપ વધતી હોય છે. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે આગામી મહિનાઓમાં ફેડ દ્વારા વધુ એક વખત રેટ કાપ આવશે તેવા સંકેત આપ્યા ત્યાર પછી નિફ્ટીમાં તેજી છે. સપ્ટેમ્બર મહિનામાં ટોચ બનાવ્યા પછી આજે પહેલી વખત આ ઈન્ડેક્સ 20,000ની સપાટીને પાર કરી ગયો હતો.

વિદેશી રોકાણકારોની ધૂમ ખરીદી
ભારતીય બજારમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી, પરંતુ આ મહિનામાં તેમણે ફરીથી ખરીદી શરૂ કરી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્વારા 2901 કરોડ રૂપિયાનું નેટ બાઈંગ થયું છે. કેલેન્ડર વર્ષ 2023માં એફઆઈઆઈએ એક લાખ કરોડ રૂપિયાના ભારતીય શેરોની નેટ ખરીદી કરી છે જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર (ડીઆઈઆઈ) દ્વારા 177.5 લાખ કરોડ રોકવામાં આવ્યા છે.

જાપાન અને અમેરિકાને પાછળ રાખી દેશે
ભારતીય શેરમાર્કેટની સ્પર્ધા હવે જાપાન સાથે છે. વર્ષ 2027માં ભારત નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન કરતા આગળ નીકળી જશે તેમ માનવામાં આવે છે. ઈકોનોમીની સાઈઝ જોવામાં આવે તો ભારત અને ચીન આ બે દેશ જ ભારત કરતા આગળ રહેશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ 3.4 ટ્રિલિયન ડોલર છે જે વર્ષ 2047માં 29 ટ્રિલિયન ડોલર અને 2052માં 45 ટ્રિલિયન ડોલર થાય તેવી શક્યતા છે. સીએલએસએના અંદાજ મુજબ ભારત મોટા પાયે સુધારા ચાલુ રાખે તો 30 વર્ષ પછી ભારતીય ઈકોનોમીની સાઈઝ અમેરિકન ઈકોનોમી કરતા પણ મોટી હશે.

અદાણી ફરી ટોપ 20 અબજપતિઓના લિસ્ટમાંઃ એક દિવસમાં સંપત્તિ 6.5 અબજ ડોલર વધી

અદાણી જૂથના શેરોમાં તાજેતરમાં જે તેજી આવી છે તેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિ પણ કૂદકેને ભૂસકે વધતી જાય છે. મંગળવારે અદાણી જૂથના શેર ઉછળ્યા તેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સીધો 6.5 અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓ વિશ્વના ટોપ 20 અબજપતિઓના લિસ્ટમાં ફરીથી આવી ગયા છે. ભારતના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી જાન્યુઆરી 2023માં વિશ્વના ટોપ 3 અબજપતિઓમાં સ્થાન ધરાવતા હતા, પરંતુ હિન્ડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટે બધું ચોપટ કરી નાખ્યું હતું. હિન્ડનબર્ગનો આંચકો સહન કર્યા પછી અદાણી જૂથે 10 મહિનામાં મોટી રિકવરી કરી છે.

ભારતમાં હાલમાં મુકેશ અંબાણી સૌથી અમીર વ્યક્તિ છે જ્યારે ગૌતમ અદાણી બીજા નંબર પર છે. મંગળવારે અદાણીની સંપત્તિમાં 6.5 અબજ ડોલરનો ઉછાળો આવતા જ તેમની નેટવર્થ 66.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણીએ એક જ દિવસમાં પોતાની નેટવર્થમાં એક લાખ કરોડનો ઉમેરો કર્યો છે. અગાઉ તેઓ 22મા નંબર પર હતા. પણ હવેથી ટોપ 20માં આવી ગયા છે.અદાણીની સામે સેબીની તપાસમાં હવે શંકા કરવા જેવું કંઈ લાગતું નથી તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યા પછી અદાણીના શેરોમાં આ તેજી આવી છે.

Share Article

Other Articles

Previous

ચાઇનામાં આવેલ નવા રોગચાળાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ સજજ : શરૂ કરવામાં આવ્યો નવો વોર્ડ

Next

વડાપ્રધાને મજૂરો સાથે શું કરી વાત ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
5 મિનિટutes પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
34 મિનિટutes પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
1 કલાક પહેલા
મુંબઈમાં એકનાથ શિદે જૂથના MLAની ગુંડાગીરીને સત્તાનો શિરપાવ, જે કેન્ટીન સંચાલકને માર માર્યો તેનું જ લાયસન્સ કર્યું રદ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

રાજકોટમાં ભાજપ અગ્રણીના પુત્ર દ્વારા વિદ્યાર્થીની સાથે છેડછાડ ના બનાવ અંગે એસીપી જાદવે શું કહ્યું ….જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
લલિત મોદીને મોટો ઝટકો : વનુઆતુના વડાપ્રધાને પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો, વાંચો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
વિકેન્ડ વિથ OTT : આ ટોપ 5 મુવી અને વેબ સીરીઝ OTT પર થઇ રીલીઝ
Entertainment
11 મહિના પહેલા
સનાતનના સન્માનમાં ભાજપ આવશે મેદાનમાં, મોદીએ મંત્રીઓને કહ્યું જવાબ આપો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર