ભારતનું સ્ટોક માર્કેટ જુઓ વિશ્વમાં કેટલામાં નંબરે આવ્યું
હોંગકોંગ ને પણ પાછળ રાખી દીધું
સોમવારે ભારતના એક્સચેન્જ પર લીસ્ટેડ શેરો નું મૂલ્ય 4.33 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જતા હોંગકોંગ ને પાછળ રાખી ભારત હવે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. બૂમબર્ગના અહેવાલમાં જણાવ્યા મુજબ શેરબજારના મૂલ્યના સંદર્ભમાં ભારત પ્રથમ વખત હોંગકોંગ કરતા આગળ નીકળી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં જ ભારતના સ્ટોક માર્કેટમાં બે ટ્રીલીયન ડોલરનો ઉમેરો થયો હતો. પાંચમી ડિસેમ્બરે પ્રથમ વખત ભારતના એક્સચેન્જમાં શેરો નું મૂલ્ય ચાર ટ્રિલિયન ડોલર પાર કરી ગયું હતું. અત્રે એ ઉલ્લેખ જરૂરી છે કે 50.86 ટ્રિલિયન ડોલરના મૂલ્ય સાથે અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ ધરાવે છે. બીજા ક્રમે ચીનના સ્ટોક માર્કેટ નું મૂલ્ય 8.44 ટ્રીલીયન ડોલર અને ત્રીજા નંબરે જાપાનના સ્ટોક માર્કેટ નું મૂલ્ય 6.36 ટ્રીલીયન ડોલર છે. હોંગકોંગ શેર બજારનું મૂલ્ય ઘટી અને 4.29 ટ્રીલીયન ડોલર થઈ જતા ભારત હવે તેનાથી આગળ નીકળી ગયું છે.
