ચાલુ વર્ષે ભારત જુઓ કેટલા ટકાના દરથી વૃધ્ધિ કરશે
ભારત ચાલુ વર્ષે અને આવતા વર્ષે સૌથી ઝડપથી આગળ વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા બની જશે. સાથોસાથ સતત મજબૂત સરકારી ખર્ચથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. રોઇટરના સર્વેમાં શામેલ અર્થશાસ્ત્રીઓએ આ મુજબની આગાહી કરી હતી.
અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનું અર્થતંત્ર 6.9 ટકાના દરથી વૃધ્ધિ કરશે. એમણે એમ પણ કહ્યું હતું કે ફુગાવો ફરીથી વધવાની શક્યતા નથી માટે સરકારને અને લોકોને રાહત મળશે અને વૃધ્ધિ અપેક્ષા મુજબ જ આગળ વધતી રહેશે.
મોટા ભાગે માળખાગત ક્ષેત્રમાં સરકારી ખર્ચ વધતો રાહહશે અને તેનાથી આર્થિક વૃધ્ધિમા સરકાર મોટી ભૂમિકા ભજવશે. આગામી દિવસો અર્થતંત્ર માટે ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યા છે.