રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ વાંચો કેટલો રેપો રેટ જાહેર કર્યો
અન્ય પોલિસી દરોમાં પણ કાંઈ ફેરફાર નહીં
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ સતત છઠ્ઠી વખત 6.5 ટકા રેપો રેટ યથાવત રાખ્યો હતો.છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઇ એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો તે પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સાથે જ MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ પણ 6.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યા હતા.
આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવાયા બાદ આરબીઆઇ ના ગવર્નર શશીકાંત દાસે વૈશ્વિક વિકાસ વૃદ્ધિ સ્થિર રહેવાની ધારણા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક વેપારની ગતિ નબળી રહી હોવા છતાં, તે પુનઃપ્રાપ્તિના સંકેતો દર્શાવે છે અને 2024માં તે વધુ ઝડપથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. ફુગાવો નોંધપાત્ર રીતે નરમ પડ્યો છે અને 2024માં ફુગાવાનો દર હજુ પણ નીચે આવે તેવી સંભાવના તેમણે દર્શાવી હતી .નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો જુલાઈ 2023માં 7.44 ટકાની ટોચને સ્પર્શ્યા પછી ઘટ્યો પછી ડિસેમ્બર 2023માં 5.69 ટકા હતો જે હજુ પણ ઊંચો ગણાય છે.
સેન્સેક્સ – નિફ્ટીમાં ઘટાડો
રેપોરેટ યથાવત રાખવાની આરબીઆઈ ની જાહેરાત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને બેન્કિંગ કંપનીના શેર તૂટ્યા હતા. ફુગાવાનો દર ચાર ટકા સુધી ન આવે ત્યાં સુધી રેપોરેટ ઘટવાની સંભાવના ન હોવાની ધારણા તેમજ બેન્કિંગ સિસ્ટમમાં પ્રવાહીતાની સમસ્યા જારી રહેવાના સંકેતોને કારણે બજાર ઉપર વિપરીત અસર પડી હતી.