યુદ્ધની આગમાં સોના-ચાંદી ઓગળ્યા: સોનામાં 1573નો કડાકો, ચાંદી 5012 તૂટીને પાછી બેઠી થઈ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી હુમલા શરૂ થતાં વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે અને તેની અસર કોમોડિટી માર્કેટ પર પણ પડી. વાયદા બજારમાં સોનું ગઈકાલે 1,48,017 રૂપિયાએ બંધ થયા બાદ આજે 1,46,518 પર ખુલ્યું અને ગગડીને 1,46,444 રૂપિયાએ પહોંચી ગયું. એટલે કે બજાર ખુલતાં જ સોનામાં 1573 રૂપિયાનો કડાકો બોલાયો. બીજી તરફ ચાંદી ગઈકાલે 2,35,505 રૂપિયાએ બંધ રહી હતી જે આજે 2,31,671 પર ખુલી અને તૂટીને 2,30,493 રૂપિયાના તળિયે ગઈ. એટલે ચાંદીમાં એક સમયે 5012 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો. જોકે બાદમાં રિકવરી આવતાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં ચાંદી 2,33,490 રૂપિયાએ ટ્રેડ થઈ રહી હતી.
