Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

હીરો હવે ઝાડ ફરતે ગાતો નથી, BGMના તાલે ગર્જના કરે છે!

Fri, June 5 2026

એક જમાનો હતો જ્યારે હીરો હિરોઇન સાથે બરફીલા પહાડોમાં ગાતો અને નાચતો, પણ આજના રિયાલિસ્ટિક સિનેમાએ `લિપ-સિક’ ગીતોને સાવ દેશવટો આપી દીધો છે.

ભારતીય ફિલ્મોમાં ગીતોની જગ્યા હવે રૂંવાડા ઊભા કરી દેતા `બેકગ્રાઉન્ડ મ્યુઝિક’ (BGM)એ કેવી રીતે લઈ લીધી છે, તેનું આ રહ્યું એક રસપ્રદ અને સાયકોલોજીકલ પોસ્ટમોર્ટમ!

ભારતીય સિનેમાના ડીએનએ (DNA) માં ગીત અને સંગીત વણાયેલા છે. આખી દુનિયાના સિનેમામાં વાર્તા કહેવાય છે, જ્યારે ભારતમાં વાર્તા ગવાય છે! મોહમ્મદ રફી સાહેબ કે કિશોર કુમારનો અવાજ જ્યારે પડદા પર રાજેશ ખન્ના કે દેવ આનંદના હોઠ પરથી નીકળતો (જેને આપણે કશા-તુક્ષભ કહીએ છીએ), ત્યારે દર્શકો થિયેટરમાં સિક્કા ઉછાળતા.

પરંતુ, જો તમે છેલ્લા પાંચ કે સાત વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોનું નિરીક્ષણ કરશો, તો તમને સિનેમાના ઇતિહાસનો એક બહુ મોટો અને સાયલન્ટ બદલાવ દેખાશે. હવે હીરો સ્ક્રીન પર ગીત ગાતો નથી. તે ગુસ્સામાં ચાલીને આવતો હોય, કોઈ વિલનને મારતો હોય કે હિરોઇનને જોતો હોય – તેના હોઠ બંધ હોય છે, પણ પાછળ એક અત્યંત શક્તિશાળી અને કાનના પડદા ફાડી નાખે તેવું સંગીત (Background Music- BGM) વાગતું હોય છે. ભારતીય સિનેમા હવે મેચ્યોર થઈ ગયું છે, અને આપણે લિપ-સિક ગીતોના જમાનામાંથી BGMના `એલિવેશન’ (Elevation) યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ.

૧. `સ્વિત્ઝર્લેન્ડ’ નો ભ્રમ અને સસ્પેન્શન ઓફ ડિસબિલિફ

જૂના સિનેમાની ફોર્મ્યુલા નક્કી હતી. ફિલ્મમાં ૬ ગીતો હોવા જ જોઈએ. વાર્તામાં હીરો ભલે ગરીબ હોય, બેરોજગાર હોય અને ખાવાના ફાંફા હોય, પણ જેવું ગીત શરૂ થાય એટલે તે સીધો સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતો પર ડિઝાઇનર જેકેટ પહેરીને હિરોઈન સાથે નાચવા લાગતો!

સિનેમાની ભાષામાં આને `સસ્પેન્શન ઓફ ડિસબિલિફ’ (Suspension of Disbelief – અવાસ્તવિકતાનો સ્વીકાર) કહેવાય. આપણે એ સ્વીકારી લીધું હતું કે ફિલ્મોમાં આવું જ હોય. પણ ધીમે ધીમે ઓટીટી (OTT) અને હોલીવુડના સંપર્કમાં આવ્યા પછી ભારતીય પ્રેક્ષકો `લોજિકલ’ થવા લાગ્યા. હવે જો કોઈ ઇન્ટેન્સ કે ગંભીર સીન ચાલતો હોય અને અચાનક હીરો ડાન્સ કરવા લાગે, તો આજના યુવાનોને તે `કમાલ’ નથી લાગતું, પણ `ક્રીન્જ’ (Cringe- હાસ્યાસ્પદ) લાગે છે. દર્શકોનો આ મૂડ પારખીને જ ડિરેક્ટરોએ ફિલ્મોમાંથી લિપ-સિક ગીતો કાપવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો: રાજકોટના સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે: નવા લોકેશન માટે સરકાર પાસે ગ્રાન્ટ મંગાઈ

૨. જ્યાં શબ્દો અને ડાયલોગ્સ ખૂટે, ત્યાં BGM બોલે છે!

આજનું સિનેમા `શો, ડોન્ટ ટેલ’ ((Show, Don’t Tell – બોલીને નહીં, પણ દ્રશ્યથી બતાવો) ના સિદ્ધાંત પર ચાલે છે. હવે પાત્રોને પોતાનો ગુસ્સો કે પ્રેમ વ્યક્ત કરવા માટે લાંબા ગીતો ગાવાની જરૂર નથી.

ઉદાહરણ તરીકે `KGF’ ફિલ્મ લો. યશ (રોકી ભાઈ) ના પાત્રને માસ-હીરો બનાવવા પાછળ અડધો ફાળો તેના ડાયલોગ્સનો છે અને બાકીનો અડધો ફાળો મ્યુઝિક ડિરેક્ટર `રવિ બસરૂર’ ના ઘાતક BGM નો છે! જ્યારે રોકી હથોડો લઈને આવે છે, ત્યારે પાછળ “સલામ રોકી ભાઈ” વાગે છે, એ ગીત હીરો નથી ગાતો, એ તો બેકગ્રાઉન્ડનો અવાજ છે જે પ્રેક્ષકોના મગજમાં હીરોની તાકાત ઇન્જેક્ટ કરે છે.

તાજેતરની `એનિમલ’ (Animal) ફિલ્મ જુઓ. તેમાં રણબીર કપૂર જ્યારે કુહાડી લઈને સેંકડો લોકો સામે લડવા જાય છે, ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કોઈ ટિપિકલ એક્શન મ્યુઝિક નથી વાપર્યું, પણ પંજાબી ફોક ગીત `અર્જન વૈલી’ ને એવા ઘાતક BGM તરીકે રજૂ કર્યું કે આખો સીન આઇકોનિક બની ગયો. વિલન બોબી દેઓલની એન્ટ્રીમાં પણ તે કંઈ બોલતો નથી, પણ માથા પર ગ્લાસ મૂકીને `જમાલ કુડુ’ વાગે છે અને પાત્રની સાયકોલોજી (Psychology) સ્થાપિત થઈ જાય છે. આ તાકાત છે BGM ની!

૩. સાઉથ ઇન્ડિયન ડિરેક્ટર્સ અને `એલિવેશન’ (Elevation)ની કળા

આ ટે્રન્ડ લાવવામાં સૌથી મોટો ફાળો સાઉથ ઇન્ડિયન સિનેમાનો છે. અનિરુદ્ધ રવિચંદર, થમન એસ, અને દેવી શ્રી પ્રસાદ (DSP) જેવા મ્યુઝિક ડિરેક્ટર્સ આજે કોઈ પણ સુપરસ્ટાર કરતા વધુ ચાર્જ લે છે. કેમ? કારણ કે તેઓ `એલિવેશન’ ના માસ્ટર છે.

એલિવેશન એટલે હીરો કંઈ જ ન કરતો હોય, માત્ર ચાલતો હોય કે ગોગલ્સ પહેરતો હોય, પણ બેકગ્રાઉન્ડમાં એવું ઇલેક્ટ્રોનિક અને ઓર્કેસ્ટ્રલ મ્યુઝિક વાગે કે થિયેટરમાં બેઠેલા દર્શકને સીટીઓ મારવાનું મન થઈ જાય. શાહરૂખ ખાનની `જવાન’ હોય કે વિજયની `લિયો’, અનિરુદ્ધ રવિચંદરે પોતાના ઇૠખ થી આ ફિલ્મોને જે ઊંચાઈ આપી છે, તે કોઈ પણ ૫ મિનિટના લિપ-સિક ગીતથી શક્ય નહોતી.

ઓટીટી સિરીઝ `સ્કેમ ૧૯૯૨’ (Scam૧૯૯૨) ના ટાઈટલ ટે્રક (અચિત ઠક્કર દ્વારા બનાવેલ) ને યાદ કરો. હર્ષદ મહેતા માત્ર ગાડીમાંથી ઉતરે અને પાછળ એ ટ્યુન વાગે… એ ધીમી ટ્યુન જ આખી સિરીઝનો જીવ બની ગઈ હતી.

૪. પ્લેબેક સિગર્સની કટોકટી અને `ઇન્ડી-પોપ’ નો ઉદય

સિનેમાના આ શિફ્ટને કારણે સંગીત ઉદ્યોગમાં એક બહુ મોટી કટોકટી આવી છે. ૯૦ ના દાયકામાં ઉદિત નારાયણ, કુમાર સાનુ કે અલકા યાજ્ઞિક પાસે જે કામ હતું, તેવું કામ આજના ગાયકો પાસે નથી. ફિલ્મમાં હીરો-હીરોઈન ગીત જ નથી ગાતા,

તો પ્લેબેક સિગરનો અવાજ વાપરવો ક્યાં? મોટાભાગની ફિલ્મોમાં હવે એક રોમેન્ટિક ગીત (તે પણ મોન્ટેજ – Montageમાં એટલે કે પાત્રો કામ કરતા હોય અને પાછળ ગીત વાગતું હોય) અને એક એન્ડ ક્રેડિટનું પ્રમોશનલ સોન્ગ જ બચ્યા છે.

આના જ પરિણામે ભારતમાં `ઇન્ડી-પોપ’ (Independent Music) અને રેપ (Rap) કલ્ચરનો ભયંકર ઉદય થયો છે. ગાયકો સમજી ગયા છે કે માત્ર ફિલ્મોના ભરોસે બેસી રહેવાશે નહીં, એટલે હવે દર્શન રાવલ, કિગ (King), હાર્ડી સંધુ કે ડિવાઇન (Divine) જેવા કલાકારો પોતાની રીતે જ મ્યુઝિક વિડીયો બનાવે છે અને સ્પોટિફાય (Spotify)ના ચાર્ટબસ્ટર બની રહ્યા છે.અમુક વડીલોને લાગી શકે છે કે બોલિવૂડમાંથી સંગીતની મીઠાશ ખતમ થઈ ગઈ છે, પણ વાસ્તવમાં સંગીત ખતમ નથી થયું, તેનું સ્વરૂપ બદલાયું છે. હવે સંગીત એ `બાથરૂમ બ્રેક’ કે સમોસા ખાવાનો સમય નથી રહ્યો. હવે સંગીત એ વાર્તાને આગળ ધપાવવાનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. લિપ-સિક ગીતોની વિદાય એ ભારતીય સિનેમાના મેચ્યોર થવાની નિશાની છે, જ્યાં ડિરેક્ટર સ્વીકારે છે કે મારા હીરોને પોતાનો પ્રેમ કે ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દોની નહીં, પણ દર્શકના હૃદયના ધબકારા વધારી દે તેવા એક પાવરફુલ `બેકગ્રાઉન્ડ સ્કોર’ ની જરૂર છે!

Tags:

BollywoodFarewellBollywoodMelodiesBollywoodMusicBollywoodRhythmsBollywoodSongsCulturalShiftDesiHitsDesiMusicEndOfAnEraFarewellFarewellTributeGoodbyeBollywoodLipsickSongsMemorableMelodiesMusicEvolutionMusicInfluenceMusicTransitionRetroBollywoodSongCuration

Share Article

Other Articles

Previous

વિશ્વ પર્યાવરણ દિવસ હરિયાળું ભવિષ્ય આપણી સૌની જવાબદારી

Next

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે: નવા લોકેશન માટે સરકાર પાસે ગ્રાન્ટ મંગાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી
9 મિનિટutes પહેલા
રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા
36 મિનિટutes પહેલા
તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
44 મિનિટutes પહેલા
વિશ્વ પર્યાવરણ દિવસ હરિયાળું ભવિષ્ય આપણી સૌની જવાબદારી
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

જેતપુરના પેઢલા ગામે અસામાજિક તત્વોના દબાણ દૂર કરાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
ભારતમાં 2 લાખ નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ
રાજકોટ
3 વર્ષ પહેલા
મહાકુંભનો ભવ્ય શુભારંભ : પહેલા દિવસે 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું, વિદેશી ભક્તોએ કહ્યું- જય શ્રીરામ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેજરીવાલ ગુજરાતમાં એક દિવસ પણ પ્રચાર માટે નહી આવી શકે : જેલવાસ ૭ મે સુધી લંબાયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર