મણીપુરમાં ફરી આઘાતજનક ઘટના, શું થયું ? જુઓ
મણીપુરમાં થોડાક દિવસ શાંતિ રહ્યા બાદ ફરીથી ભયાનક હિંસા શરૂ થઈ જતાં લોકો ભયભીત બની ગયા છે. હિંસાના દોરમાં 13 લોકોના મોત થઈ ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. સુરક્ષા દળના જવાનોએ એવી માંહી ટી આપી હતી કે બે જૂથો વચ્ચે સામસામે કલાકો સુધી ગોળીબાર થયો હતો.
ટેનગણોપાલ જિલ્લાના સાઈબોલ પાસે એક ગામમાં લડાકુઓના બે જૂથો સામસામે આવી ગયા હતા. 7 માસ બાદ નેટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયા બાદ ફરી હિંસા શરૂ થઈ છે અને તંગદિલીનો માહોલ ફેલાઈ રહ્યો છે. જે જૂથો વચ્ચે દુશ્મનાવટ છે તે ફરી જાહેરમાં આવીને લડી રહ્યા છે.
જવાનોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ આ ગામ તરફ નીકળ્યા હતા અને ત્યાં પહોંચતા જ 13 જેટલા શબ મળ્યા હતા. જો કે ત્યાંથી કોઈ હથિયારો મળ્યા નથી. મૃત્યુ પામનાર લોકો કોઈ બીજા ગામના હોવાની શંકા છે. પોલીસ અને જવાનોએ આ બારામાં તપાસ હાથ ધરી છે. શબની ઓળખ કરાયા બાદ જ આગળની કાર્યવાહી શરૂ થઈ જશે અને હત્યારા કોણ છે તેની ઓળખ થશે.
મણીપુરમાં મેતાઈ અને કુકી સંપ્રદાય વચ્ચે આ પહેલા લાંબી હિંસા થઈ હતી અને બંને વચ્ચે હજુ પણ અથડામણ ચાલી રહી છે. હિંસામાં અત્યાર સુધીમાં 182 લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.