પેટીએમ પેમેન્ટ બેંકના મેનેજમેન્ટમાં ભૂકંપ, ચેરમેન પદેથી વિજય શેખરે આપ્યું રાજીનામું
ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી પેટીએમ પેમેન્ટ બેન્કમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. આ વચ્ચે પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ સોમવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના બોર્ડથી પણ રાજીનામું આપી દીધું હતું.
પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી મોટા ફેરફાર થયા છે. પેટીએમએ સોમવારે પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝીક્યૂટિવ ચેરમેનના પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે તેની સાથે જ તેમણે બોર્ડ સભ્યનું પદ પણ છોડી દીધું છે.
વિજય શેખર શર્માના રાજીનામાં બાદ પેટીએમ પેમેન્ટ બેંકના નવા બોર્ડની પણ રચના કરાઈ છે. જેમાં કેટલાક નવા ચેહરા સામેલ કરાયા છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીઘર બોર્ડના સભ્ય હશે. આ સિવાય રિટાયર્ડ IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના પૂર્વ એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અશોક કુમાર ગર્ગ અને રિટાયર્ડ IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્ય હશે.
આરબીઆઇની કાર્યવાહી બાદથી પેટીએમ પેમેન્ટ્સ બેંકના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરહોલ્ડર છે.