મુંબઈના કુર્લા ઉપનગરના લોકમાન્ય તિલક સ્ટેશનમાં મોટી આગ લાગી, જુઓ શું થયું..
અહીંના કુર્લા ઉપનગરના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશનની એક કેન્ટિનમાં આજે બપોરે મોટી આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભેલી એક ટ્રેનની પેન્ટ્રી કારમાં લાગી હતી. એક અન્ય અહેવાલ મુજબ આગ જન આહાર કેન્ટિનમાં લાગી હતી. સાચી વિગતની રાહ જોવાઈ રહી છે. બનાવમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
આગના ધૂમાડાના ગોટેગોટા દૂરના અંતરે પણ જોઈ શકાતા હતા. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. આગ બપોરે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. અગ્નિશામક દળના જવાનોએ તરત જ ત્યાં પહોંચી જઈને અડધા કલાકની અંદર આગ બુઝાવી દીધી હતી.