Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

પતિ જ નીકળ્યો હત્યારો! રાજકોટના ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,ઘરકાંકાસથી કંટાળેલા પતિએ પત્નીને પતાવી દીધી

Tue, November 25 2025

રાજકોટના ભગવતીપરામાં કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી પરિણીતાની ઘરથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલી અવાવરું જગ્યામાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. બીજી બાજુ આ પ્રકારે નિર્દયી રીતે હત્યાને અંજામ કોણે આપ્યો હશે તેને લઈને તરેહ તરેહના દાવાઓ થઈ રહ્યા પરંતુ કલાકો સુધી તપાસ કર્યા બાદ આખરે પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ હતી. આ હત્યાને અન્ય કોઈએ નહીં પરંતુ મહિલાના પતિએ જ કરી હોવાનું ખુલતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જો કે સવારથી જ પતિ પોલીસના કબજામાં હોય તેણે હત્યા કર્યાની કબૂલાત આપતા જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, પીઆઈ એમ.આર.ગોંડલિયા, સી.એચ.જાદવ, એમ.એલ.ડામોર, પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલિયા સહિતની ટીમે બનાવ બન્યા બાદ એક બાદ એક શંકાસ્પદોને ઉઠાવીને તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ મૃતક સ્નેહા ઉર્ફે સેવુ આસોડિયા (ઉ.વ.33)નો પતિ હિતેશ આસોડિયા સવારથી જ પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો હોય તેના ઉપર શંકા વધુ ઘેરી બની હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

હિતેશે પોલીસને કહ્યું હતું કે સ્નેહાનો સાંજે 7ઃ30 વાગ્યે ફોન આવ્યા બાદ તે રાત્રે 9ઃ40 વાગ્યે ઘેર પહોંચ્યો હતો. જો કે હિતેશનું ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલું કારખાનું અને તેના ઘરનું અંતર બહુ ઓછું હોય છતાં તેને પહોંચવામાં આટલો સમય શા માટે લાગ્યો તેવું પૂછતાં એવો જવાબ આપ્યો હતો કે તે તેના પુત્ર પ્રિયાંશને લેવા માટે માતા-પિતાને ત્યાં ગયો હોવાથી આવવામાં વાર લાગી હતી. જો કે તેની આ વાતમાં પોલીસને બિલકુલ તથ્ય ન લાગતા આખરે ઉલટ તપાસ શરૂ કરાતા આવું કશું જ ન મળતાં આખરે આગવી ઢબે પૂછપરછ શરૂ કરાતાં જ હિતેશ ભાંગી પડ્યો હતો અને `પોપટ’ બની પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પૂછપરછમાં હિતેશે જણાવ્યું કે તેની પત્ની સ્નેહા આસોડિયા છેલ્લા બે વર્ષથી તેના ઉપર શંકા કરતી હોય, પોતે બહાર હોય ત્યારે ધરાર વીડિયોકોલ કરાવતી હોય, મ્હેણા-ટોણા મારતી હોય અને ઝઘડા કરતી હોવાથી આખરે કંટાળીને તેણે જ હત્યા કરવાનું પ્લાનિંગ કરી લીધું હતું.

આ પણ વાંચો :રંગીલું રાજકોટ ફરી રક્તરંજિત : ભગવતીપરામાં પાણીપૂરી ખાવા નીકળેલી કારખાનેદારની પત્નીની નિર્દયી હત્યા,પતિ સહિતની સઘન પૂછપરછ

આ પછી બનાવના દિવસે તે જ સ્નેહાને ફોન કરીને બહાર લઈ ગયો હતો અને ઘરથી થોડે દૂર પહોંચતાં નેહાને સ્કૂટર બગડી ગયું છે તેમ કહી નીચે ઉતારી હતી જેવું નેહાએ આજુબાજુ જોયું કે અગાઉથી જ તેણે ત્યાં ટોમી (પાઈપ) છૂપાવી રાખ્યો હતો તેના વડે નેહાને માથામાં એક બાદ એક ઘા ફટકારી ત્યાં જ પતાવી દીધી હતી. આ પછી કશું જ ન બન્યું હોય તેવી રીતે હત્યાના સ્થળ પરથી રવાના થઈ ગયો હતો અને પત્નીની શોધખોળ શરૂ કરી દીધી હતી.

જમવા લઈ જાવ છું, તૈયાર રહેજે કહીને પત્નીને બહાર લઈ ગયો’તો

પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે હિતેશે જ સ્નેહાને ફોન કરીને `આપણે બહાર જમવા જવાનું છે એટલે તું તૈયાર રહેજે, હું તને તેડવા માટે આવું છું’ કહ્યું હતું. આ પછી સ્નેહાના ફોનની બેટરી લો હોવાથી તેણે ફોન ચાર્જિંગમાં મુક્યો હતો. થોડી જ વારમાં હિતેશ પોતાના ઘેર આવી ગયો હતો અને સ્નેહા તૈયાર હોય તે હિતેશ સાથે સ્કૂટર પર બેસી ગઈ હતી. અંદાજે 8ઃ30 વાગ્યા આસપાસ બન્ને બનાવસ્થળે પહોંચ્યા ત્યારે જ હિતેશે અગાઉથી નક્કી કર્યા પ્રમાણે પાઈપથી સ્નેહા પર હુમલો કરી તેને ત્યાં જ પાડી દીધી હતી અને થોડે દૂર સુધી ઢસડી પણ હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં ‘સાથ’ આપનાર એક આર્કિટેક્ટનું લાયસન્સ સસ્પેન્ડ : 19 રડારમાં,નોટિસ ફટકારી જવાબ મંગાયો

Next

આયોધ્યાના રામમંદિર પર લહેરાઈ અમદાવાદમાં બનેલી ધર્મધ્વજા: PM મોદીએ કર્યું ધ્વજારોહણ,દેશભરના રામભક્તો થયા ભાવુક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
અમેરિકી સેનાએ કહ્યું, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વડા મથકના ભુક્કા બોલાવ્યા
2 મિનિટutes પહેલા
યુદ્ધ ઇફેક્ટ: શેર બજાર ખુલતા જ 1100 પોઇન્ટનું ગાબડું, સોનામાં 5043 રૂપિયા અને ચાંદીમાં 10 હજાર રૂપિયા વધ્યા : ક્રૂડના ભાવમાં પણ ઉછાળો
5 મિનિટutes પહેલા
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શુભ દિવાળી: રાજકોટની બજારોમાં દિવાળીની રોનક
રાજકોટ
1 વર્ષ પહેલા
ભાજપમાં નોનસ્ટોપ લેટરકાંડ: હવે જિલ્લા ભાજપ પ્રભારી હડફેટે ચડ્યા !
રાજકોટ
1 વર્ષ પહેલા
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે ત્યારે ગેરકાયદે પ્રવાસીઓ પર એક્શન શરૂ, મફતવાળા કુપનની સ્કીમ ન્યુયોર્કમાં બંધ કરવાની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી : આતંકવાદીઓના સમર્થક હોવાની શંકાથી 11 સ્થળે દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર