Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પહેલીવાર એક સાથે 17 સામે ગુજસીટોકનું હથિયાર : ACP બી.બી.બસીયાને ગુજસીટોકની સોંપાઈ છઠ્ઠી તપાસ

Mon, November 10 2025

ગત 29 ઑક્ટોબરે વ્હેલી સવારે 3:30 વાગ્યે રાજકોટના મંગળા રોડ પર શહેરની બે કુખ્યાત ગેંગ પેંડાગેંગ અને મરઘાગેંગ વચ્ચે સામસામા ફાયરિંગનો ગંભીર બનાવ બન્યો હતો. આ પછી એક્શનમાં આવેલી પોલીસે એક બાદ એક બન્ને ગેંગના કુલ 17 આરોપીઓને દબોચી લઈ કાયદાનો ક્યારેય ન મળ્યો હોય તે `પાઠ’ ભણાવ્યો હતો. જો કે આ ગેંગ ગુના આચરવા માટે હદ બહાર ટેવાઈ ગયેલી હોય તેમના સામે આકરી કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસે બે પૈકી `પેંડાગેંગ’ના 17 લોકો સામે ગુજસીટોક નામના હથિયારમાંથી `ફાયરિંગ’ કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા હવે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓને એક સાથે જેલમાં ધકેલી દેવામાં આવશે.

આ અંગે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પેંડા ગેંગ દ્વારા છેલ્લા દસ વર્ષથી હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, છેડતી, ગેંગરેપ સહિતના 71 ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. આ લોકોને જાણે કે કાયદાનો કોઈ જ ડર રહ્યો ન હોય તે પ્રમાણે એક સાથે ગેંગ બનાવીને ગુના આચરી રહ્યા હોય પોલીસ દ્વારા એક સાથે 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. 17 પૈકી 15 આરોપીઓ પોલીસના કબજામાં હોવાથી ટૂંક સમયમાં જ તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે જ્યારે બાકીના બે આરોપી ફરાર હોય તેની પણ શોધખોળ ચાલી રહી છે. અમુક આરોપી અત્યારે જેલમાં જ હોય ત્યાંથી તેનો કબજો મેળવવામાં આવશે.

કોની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી ?

  • રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા (11 ગુના)
  • હર્ષદીપસિંહ સાત્યકિસિંહ ઝાલા (7 ગુના)
  • પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા (7 ગુના)
  • જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઈ રાબા (11 ગુના)
  • પરિમલ ઉર્ફે પરિયો ત્રિભોવનભાઈ સોલંકી (4 ગુના)
  • ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઈ ગોહેલ (3 ગુના)
  • દિનેશ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા (7 ગુના)
  • જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા (4 ગુના)
  • કમલેશ વજુભાઈ મેતા (3 ગુના)
  • દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટિકિટ (10 ગુના)
  • રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઈ ગોહેલ (10 ગુના)
  • જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ અરવિંદભાઈ ગોહેલ (9 ગુના)
  • ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા (8 ગુના)
  • હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો ઉર્ફે કડી ભૂપતસિંહ જાડેજા (7 ગુના)
  • સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા (6 ગુના)

ગુજસીટોકના `હથિયાર’થી શું થશે ?

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પેંડા ગેંગ એકબીજા સાથે મળીને એકથી વધુ ગુના આચરી ચૂકી હોય તેમની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આરોપીઓને એક સાથે જેલમાં ધકેલી દેવામાં આવનાર છે એટલે લાંબા સમય સુધી તેઓ બહાર આવી શકશે નહીં. વળી, એકાદ-દોઢ વર્ષ બાદ કદાચ જામીન મળી પણ જાય અને બહાર આવીને ફરી ગુનો આચરે તો તેમના જામીન રદ કરી ફરી જેલમાં ધકેલી દેવામાં આવશે. વળી, ગુજસીટોક હેઠળ ગુનો સાબિત થાય તો આજીવન કેદ સુધીની સજા પણ થશે.

આ પણ વાંચો : રાજકોટના વોર્ડ નં.3ના કોર્પોરેટરે કહ્યું, મારે તો 2027ની વિધાનસભા ચૂંટણી લડવી છે એ પણ વાંકાનેરથી ! વાંચો કાનાફૂસી

કોઈને માંડ એક મળે, એસીપી બી.બી.બસીયાને ગુજસીટોકની છઠ્ઠી તપાસ સોંપાઈ

ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એટલે તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવતી હોય છે. આ એટલે ગંભીર ગુનો છે કે અધિકારીએ ફૂંકી ફૂંકીને તપાસ કરવી પડતી હોય કોઈને માંડ એકાદ વખત તપાસ મળે છે પરંતુ રાજકોટના એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાને આ ગુનાની છઠ્ઠી તપાસ સોંપાઈ છે ત્યારે તેઓ ગુજરાતના એકમાત્ર અધિકારી છે જેઓ આટલી મોટી સંખ્યામાં તપાસ કરશે. અગાઉ તેમણે મોડાસા ડીવાયએસપી તરીકેના કાર્યકાળ દરમિયાન બે, રાજકોટમાં એસીપી તરીકે એક ઉપરાંત હવે પેંડા ગેંગની મળી કુલ છઠ્ઠી તપાસનો દોર સંભાળશે.

આ પણ વાંચો : આતંકીઓનું ‘ઝેરી ષડયંત્ર’ નિષ્ફળ: જાણો કોણ છે 2 આતંકી ડૉક્ટર, ઘરેથી મળી 360 કિલો વિસ્ફોટક, બે AK-47 સેવન રાઇફલ સહિતની સામગ્રી

હાથ પર રહેલા આરોપીઓને આજે જ જેલમાં ધકેલી દેવાશે

પોલીસના કબજામાં રહેલા પેંડા ગેંગના આરોપીઓને રવિવારે જ ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીઓ કે જેઓ જેલમાં બંધ છે તેમનો પણ આજે સોમવારે કબજો મેળવીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

Share Article

Other Articles

Previous

10 કરોડ પાકિસ્તાન મોકલવાના કૌભાંડના તાર મોરબી-લખતર સુધી નીકળ્યા : 6 શખ્સોની ધરપકડ કરતી CID ક્રાઈમ બ્રાન્ચ

Next

રાજકોટના વોર્ડ નં.3ના કોર્પોરેટરે કહ્યું, મારે તો 2027ની વિધાનસભા ચૂંટણી લડવી છે એ પણ વાંકાનેરથી ! વાંચો કાનાફૂસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
19 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પોતાનું ઘર હોય તેવા ભાડુઆત પાસે જગ્યા ખાલી કરાવી શકાય : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ગુજરાત
12 મહિના પહેલા
પ્રહલાદ ટોકીઝ પાસે આવેલ સત્યવીજય આઈસ્ક્રીમ અને ગોવાલિયા ફૂડનું ચીજ ખાવા લાયક નથી
રાજકોટ
1 વર્ષ પહેલા
મગફળી અને આડ પેદાશોને નિકાસમાં પ્રોત્સાહન આપો : સમીર શાહ
રાજકોટ
1 વર્ષ પહેલા
સાધુવાસવાણી રોડ પર પરિચિતની ઓફિસે યુવકનો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર