Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં 10 મહિનામાં 2182 નવા દર્દી, 1673 દર્દીઓ ટીબીને હરાવશે, જાણો જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલા ટીબીના દર્દી

Fri, November 7 2025

ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબીએ બેક્ટેરિયા, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થતો ચેપી રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે. ડબ્લ્યુએચઓ દ્વારા આપવામાં આવેલા વૈશ્વિક ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં સૌથી વધુ ચેપી રોગ સંબંધિત મૃત્યુદરનું સૌથી વધુ કારણ ટીબી છે. તે વિશ્વભરમાં મૃત્યુનું નવમું મુખ્ય કારણ છે. 2016 માં, અંદાજે 1.3 મિલિયન ટીબી મૃત્યુ પામ્યા હતા. ભારત સરકાર દ્વારા ટીબી નિર્મૂલન માટે અભિયાનરૂપે કામગીરી થઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ટીબી નિર્મૂલનક્ષેત્રે ખુબ જ સારા પરિણામ મળ્યા છે. ડિસેમ્બર -2024માં ગુજરાત સરકાર દ્વારા ટીબી નિર્મૂલન માટે 100 દિવસની ઝુંબેશ ચાલુ કરાવ્યા બાદ હાલમાં નિરંતર પણે ઝુંબેશ ચાલુ છે. પરિણામ સ્વરૂપ ટીબીના દર્દીઓનું સ્ક્રીનિંગ વધ્યું છે અને સમયસરની સારવારથી જિલ્લામાં હાલમાં 1673 દર્દીઓ ટીબીને હરાવવા નિયમિત દવા લઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ બાદ જિલ્લામાં ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 1,49,257 લોકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 2182 ટીબીના નવા દર્દીઓ મળી આવ્યા હતા. જે પૈકી રાજકોટ જિલ્લાના 1673 દર્દીઓને હાલમાં ટીબી રોગને હરાવવા માટે નિયમિત રીતે દવા લઇ રહ્યા છે. નોંધનીય છે કે, ટીબીના દર્દીઓને ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી દર મહિને 1000 રૂપિયા સહાય સીધી જ બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.હાલમાં જિલ્લામાં 1498 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને ઓક્ટોબર અંત સુધીમાં આ દર્દીઓના ખાતામાં કુલ રૂપિયા 76.56 લાખ જમા કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીબી નિર્મૂલન માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને ક્ષય વિભાગ દ્વારા સહિયારી કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે ટીબીના સ્ક્રીનિંગ એટલે કે, ટીબી છે કે, કેમ અને જો ટીબી હોય તો દવા લાગુ પડશે કે, કેમ તે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જે ટેસ્ટના રૂપિયા 2000થી 2200 રૂપિયાનો ખર્ચ થાય છે તેવા ટેસ્ટ સરકાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સાથે જ દર્દીને ટીબી હોવાનું નિદાન થાય તો અંદાજે છથી નવ માસના સમયગાળા સુધી તમામ દવા સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે, તબીબોના જણાવ્યા મુજબ નિયમિત દવાના સેવનથી ટીબી મટી શકે છે.

આ પણ વાંચો :પ્રિ-વેડિંગ ફોટો શૂટના શોખીનો હવે ચેતજો! વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ સમયે 5 લોકો તણાયા, યુવતી લાપતા

છીક ઉપરાંત ગાવા અને હસવાથી પણ ચેપ ફેલાઈ છે

ટીબી બેક્ટેરિયા સામાન્ય રીતે ઉધરસ અને છીંક દરમિયાન હવામાં છોડવામાં આવતા નાના ટીપાઓ દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે ફેફસાંને ચેપ લગાડે છે, પરંતુ શરીરના અન્ય ભાગોને પણ ચેપ લગાવી શકે છે, જેમ કે મગજ, કિડની અથવા કરોડરજ્જુ. સક્રિય પલ્મોનરી ચેપ ધરાવતા લોકોમાં ટીબીનો સ્ત્રોત બને છે. જ્યારે સક્રિય પલ્મોનરી ટીબી રોગ ધરાવતી વ્યક્તિ ઉધરસ ખાઈ, વાત કરે, છીંક ખાય, ગાય કે હસે ત્યારે તે ટીબી ફેલાવે છે. જો કે, યોગ્ય એન્ટિબાયોટિક્સ વડે ટીબીને મટાડી શકાય છે.

આ પણ વાંચો :હનુમાન મઢી પાસેનું શૌચાલય 100% ‘ન્યુસન્સ’ : લોકોના ‘મત’ સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ RMC દ્વારા હટાવવાની તૈયારી શરૂ

ટીબીના નિદાન માટે સીબીનેટ અને ટ્રુનાટ મશીન

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે સતત સઘન કામગીરી થાય છે. ખાસ કરીને ટીબી સ્ક્રીનિંગ માટે જિલ્લામાં હાલમાં રાજકોટ અને જેતપુર ખાતે બે સીબીનેટ મશીન છે. આ ઉપરાંત શાપર, ખીરસરા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, વિછિયા, જસદણ અને મેડિકલ કોલેજ રાજકોટ ખાતે ટ્રુનાટ મશીન રાખવામાં આવ્યા છે. જેમાં દર્દીના સેમ્પલ મેળવી દોઢથી બે કલાકમાં જ ટીબીનું નિદાન થાય છે. સાથે જ દર્દીને ટીબીની દવા લાગુ થશે કે કેમ તેની પણ જાણકારી આ ટેસ્ટમાંથી મળી રહે છે. સામાન્ય રીતે આવા ટેસ્ટ માટે ખાનગી હોસ્પિટલ લેબમાં 2000થી 2200 રૂપિયાનો ખર્ચ થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : ATMમાં રોકડ જમા કરવા આવેલા કેશ ઓફિસરને વાંક વગર બે શખસોએ ફડાકા માર્યા,જાણો શું છે સમગ્ર ઘટના

Next

પ્રિ-વેડિંગ ફોટો શૂટના શોખીનો હવે ચેતજો! વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ સમયે 5 લોકો તણાયા, યુવતી લાપતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
1 દિવસ પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
1 દિવસ પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
1 દિવસ પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

ભાઈબંધ મોદીને ઝટકો આપતા ટ્રમ્પ, બીજી એપ્રિલથી ભારત પર પણ પારસ્પરિક ટેરીફ લાગશે, અમેરિકી સંસદને કર્યું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ક્રિષ્‍નાપાર્કમાં કૂટણખાનું પકડાયું:સંચાલિકા,ભાગીરદાર અને ત્રણ ગ્રાહકની ધરપકડ
રાજકોટ
3 વર્ષ પહેલા
એક જ કલાકમાં ભારત, તાજિકિસ્તાન, મ્યાનમારમા ભૂકંપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શિક્ષિકાએ ઠપકો આપ્યો તો વિદ્યાર્થીઓએ ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર