PM મોદી ફરી આવશે ગુજરાત: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા, ડેડીયાપાડામાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકાગાળામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડેડીયાપાડાની મુલાકાતે લેશે અને આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા પણ કરશે. સુત્રો અનુસાર, આગામી તા.15મીએ ડેડીયાપાડાની મુલાકાત દરમિયાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારે બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરી છે.
આ પણ વાંચો : માવઠાથી રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતને આર્થિક ફટકો : કલેકટર-DDOએ CMને નુકસાનીનો ચિતાર આપ્યો
પ્રાપ્ત થિત માહિતી અનુસાર, . વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા ડેડિયાપાડા પહોંચશે. તેઓ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અથવા લોકાર્પણ કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : પડે ત્યાં પોટલા! ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ વરસવામાં સૌરાષ્ટ્રના જિલ્લા મોખરે
આ દરમિયાન વડાપ્રધાન મોદી સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે. અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે વડા પ્રધાન બેઠક કરશે અને અત્યાર સુધીની કામગીરીની માહિતી મેળવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
