મધ્યપ્રદેશની પરણિતાને લગ્નની લાલચ આપી શખસે રાજકોટમાં આચર્યું દુષ્કર્મ,મહિલાએ વતનમાંથી નોંધાવી ફરિયાદ
મધ્યપ્રદેશની પરણિતા વતનમાં એક મહિલા મિત્ર દ્વારા પરિચયમાં આવેલા શખસે રાજકોટમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મૂળ એમપી પંથકની હાલ શહેરમાં રહી મજુરી કામ કરતી 22 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે બબુડી અને રાજ નામના શખસ સામે વતનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે એમપીમાં પતિ સાથે રહેતી હતી ત્યારે તેના માતા-પિતા સુરેન્દ્રનગરમાં રહી ખેતમજુરી કરતા હોવાથી મારે ત્યાં જવું હો ય જેથી પતિને વાત કરતા તેણે ના પાડેલ હોવાથી તેણી પતિને કીધા વગર એમ.પીથી નીકળી ગઈ હતી પરંતુ સુરેન્દ્રનગર જવાને બદલે તેણી ચોટીલા પહોંચી ગઈ હતી. જે બાદ ત્યાંથી રાજકોટ આવી હતી. અહીં બબુડી નામની મહિલા મિત્ર સાથે તેનો પરિચય થયો હતો. અને તેના મારફતે તે રાજના પરિચયમાં આવી હતી. રાજ અને પરિણીતા વચ્ચે પ્રેમ સબંધ બાંધતા આરોપી રાજે લગ્નની લાલચ આપી પોતાના ઢેબર રોડ વિસ્તારમાં આવેલ ભાડા મકાનમાં અવાર નવાર દુષ્કર્મ આચાર્યું હતું.
પરિણીતાએ રાજને લગ્નનું કહેતા તેણે તરછોડી દીધી હતી આખરે કંટાળીની તેણી ફરી વતનમાં પહોંચી હતી જ્યાં આપવીતી પતિને જણાવતા સમગ્ર મામલે મધ્યપ્રદેશમાં ઝીરો નંબરથી એફ.આઈ.આર. નોંધાઈ રાજકોટ ભક્તિનગર પોલીસ મથકમાં આપવામાં આવી હતી. ઘટના અંગે પીએસઆઈ વસાવા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.
