રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલમાં દરવાજો પડું…પડું..! કાચનો ગેટ પડે અને દુર્ઘટના થાય એ પહેલાં તંત્રને નજરે પડશે?
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં એક વખત ફરી બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, ટર્મિનલ બિલ્ડીંગના બોર્ડિંગ ગેઇટ પાસેથી એરોબ્રિજ તરફ જવા માટેનો કાચનો દરવાજો છેલ્લા કેટલાક દિવસથી “પડું… પડું…” થઈ રહ્યો છે. દરવાજાને ટેકો આપતો સપોર્ટિંગ પાર્ટ છૂટા પડતાં એ દરવાજો હવે પડવાની અણી પર છે.

આ પણ વાંચો : ગુનાખોરીને ઇજન! વેપન પકડાય તેમાં મહત્તમ તો મૃતકોના નામે જ ચડી જાય, રાજકોટમાં ધાણીફૂટ ભડાકા થયા તેમાંથી પોલીસે ઘડો લેવા જેવું ખરું
જો આ ગેઇટ કોઈ પેસેન્જર કે સ્ટાફ પર પડી જાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવી શક્યતા વચ્ચે એરલાઇન અને મુસાફરો મનોમન ઈચ્છી રહ્યાં છે કે એરપોર્ટ તંત્રને આ બાબત સમયસર નજરે પડે અને કાર્યવાહી થાય.સ્ટાફ દ્વારા આ અંગે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ વાત દયાને આવી નથી. અગાઉ પણ ટર્મિનલ બિલ્ડીંગમાં કન્વેયર બેલ્ટ નજીક સીલિંગમાંથી પાણી ટપકતું હોવાની ઘટના સામે આવી હતી, જેના કારણે મુસાફરોના સામાન પલળી ગયા હતા. ત્યારે પણ ટપકતું પાણી છુપાવવા માટે તંત્રે વૃક્ષનાં કુંડાં રાખીને સમસ્યા ઢાંકી દીધી હતી.માત્ર 10 મહિના પહેલાં શરૂ થયેલાં આ નવું ટર્મિનલ બિલ્ડીંગમાં આવી ખામીઓ સામે આવતા બાંધકામની ગુણવત્તા અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
