ટૂંક સમયમાં રસ્તા પર દોડશે ‘ટાટા બાઈક’ : તગડી માઈલેજ આપતી કિફાયતી બાઈક 2026માં થશે લોન્ચ
દેશ વિદેશમાં ટ્રક અને કાર સેગમેન્ટમાં ધૂમ મચાવી રહેલ ટાટા કંપની હવે ટૂંક સમયમાં જ ટુ વ્હીલર ક્ષેત્રે ધમાકો કરવાની તૈયારીમાં છે. આગામી વર્ષ 2026ના અંત ભાગ સુધીમાં ટાટા કંપની તગડી માઈલેજ અને કિંમતમાં કિફાયતી મોટર સાયકલ બજારમાં લોન્ચ કરશે. વિશ્વાસનું પ્રતીક ટાટા કંપની પેટ્રોલ ઉપરાંત ઈવી બાઈક પણ રજૂ કરનાર છે, હાલમાં ટાટા કંપનીના 110 સીસી અને 125 સીસી એન્જીન સાથેના બાઈકના મોડેલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ભારતમાં ટુ વ્હિલર્સની ડિમાન્ડ સતત વધી રહી છે. તેવામાં લોકો બજેટ ફ્રેન્ડલી ઓપ્શનની સાથે સારી માઈલેજ આપતી હોય એવી બાઈક ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હાલમાં માર્કેટમાં હીરો, હોન્ડા, બજાજ, ટીવીએસ, સુઝુકી, રોયલ ઈનફિલ્ડ સહિતના મુખ્ય પ્લેયરો મેદાને છે જેમાં હવે ટાટા પણ ઝંપલાવી રહ્યું છે. ટાટા કંપની દ્વારા વર્ષ 2026માં 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતથી શરૂ કરી તેથી વધુ કિંમતના વિવિધ બાઇકના મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે.
ઉલ્લેખની છે કે હાલમાં બજારમાં મોટાભાગના બાઈક-મોપેડ એક લાખથી વધુ કિંમતના જ મળી રહ્યા છે. ખાસ કરીને હીરો મોટોકોર્પ, હોન્ડા, બજાજ ઓટો અને ટીવીએસ મોટર તેમજ રોયલ ઈનફિલ્ડ જેવી કંપનીના બાઈક-મોપેડ જ મુખ્ય છે. બીજી તરફ ઈવી એટલે કે, ઇલેક્ટ્રિક મોપેડ અને બાઇકે પણ માર્કેટમાં જગ્યા બનાવી છે ત્યારે ટાટા દ્વારા નેનો કારની જેમ જ મિડલ ક્લાસ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સસ્તી બાઈક્સ તૈયાર કરી છે જે આગામી વર્ષની શરૂઆત અથવા મધ્યભાગમાં રસ્તાઓ ઉપર દોડવા લાગશે. જો કે હજુ સુધી ટાટા દ્વારા સત્તાવાર રીતે મોટર સાયકલ લોન્ચિંગ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
