રાજકોટ મોરબી અને કચ્છમાં મોબાઇલની ચીલ ઝડપના 51 ગુનાના ભેદ ઉકેલાયા, શું કહ્યું ડીસીપી પરમારે જુઓ વિડિયો
ચોરાઉ મોટરસાઇકલનો ઉપયોગ કરી રાજકોટ,મોરબી અને ગાંધીધામમાં મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસેથી એલસીબી ઝોન 1 ની ટીમે પકડી પાડી પૂછપરછ કરતા 51 મોબાઇલની ચીલ ઝડપના ભેદ ખૂલ્યા હતા પોલીસ 3 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. જોકે આ 51 ચોરીના ભેદ ખૂલ્યા પરતું પોલીસમાં માત્ર 6 જ ફરિયાદ નોંધાયેલી છે.
જાણવા પકડાયેલ બન્ને શખ્સોમાં રાજકોટના નાણાવટી ચોક સરકારી આવાસ યોજના ક્વાટર નં.160 માં રહેતો વિમલ સતિષભાઈ અગ્રાવત અને રૂખડિયા પરા ફાટક પાસે જગાભાઇ ની દુકાન પાસે રહેતો નાઝીર જુસબભાઈ નગામડા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. બન્ને પાસેથી 51 મોબાઇલ તેમજ ચીલ ઝડપ માટે ઉપયોગમાં લીધેલા બે ચોરાઉ બાઇક જે મોરબી અને ગાંધીધામ થી ચોરી કર્યાનું ખૂલ્યું હતું. અગાઉ પણ આ બંને શખ્સો મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, કચ્છ સહિતના વિસ્તારોમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા હતા. બન્ને પાસેથી મોબાઈલ અને બે બાઇક સહિત રૂ.3 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત બંનેના કબજા માંથી હોન્ડા સ્પ્લેન્ડર અને યામાહા બાઇક કબજે કરવામાં આવ્યા હતા. દરમિયાન હોન્ડા સ્પ્લેન્ડર મોરબી તથા યામાહા ગાંધીધામ માંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આમ એક સાથે 53 જેટલી ચોરીના ભેદ ખુલવા પામ્યા હતા. અને પોલીસને મોટી સફળતા મળી હતી
સીસીટીવીથી બચવા રાત્રિના જ ચીલઝડપ કરતાં
પકડાયેલ વિમલ સતિષભાઈ અગ્રાવત અને નાઝીર જુસબભાઈ નગામડા પાસેથી 51 મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા બન્ને આરોપીઓની એમ.ઓ અંગે પોલીસ જણાવ્યું કે ચોરી કરેલ મોટરસાઇકલ લઈ બન્ને જી.આઇ.ડી.સી તથા હાઇ-વે વિસ્તાર પર મોબાઇલ ફોન પર વાત કરતા રાહદારીઓના મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરતા તેમજ બન્ને શખ્સો સી.સી.ટીવીથી બચવા વધુ પડતો રાત્રીનો સમય પસંદ કરતા.