CM ભૂપેન્દ્ર પટેલ બન્યા રાજકોટના મહેમાન : ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને ભાવભર્યો આવકાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. 194 કરોડની રકમના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ પધાર્યા છે. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છથી ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.

આ તકે મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા અને દુર્લભજીભાઈ દેથરીયા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

194 કરોડના ખર્ચે 18 વિકાસ કામોના ખાતમુહૂર્ત
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. જેમાં કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સભાગૃહ ખાતેથી તેઓ રૂપિયા 194 કરોડના ખર્ચે 18 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં ડેપ્યુટી કલેકટરના ક્વાટર્સ, એમજી હોસ્ટેલ, નવું આઈટીઆઈ, પડધરી બાયપાસથી ગામ સુધીના રોડ સહિતના 194 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના મહેમાન બનશે. રાજ્યના પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમને લઈ તેઓ રાજકોટ આવી રહ્યા હોય કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સભાગૃહ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો છે જેમાં મુખ્યમંત્રીના હસ્તે આઈટીઆઈ રાજકોટ ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગના બાંધકામ, મહાત્મા ગાંધી સરકારી છોકરાઓ માટે છાત્રાલય યુનિટ -01 અને યુનિટ -02 નું બાંધકામ, ચિલ્ડ્રન હોમ ફોર બોયસ, રાજકોટના અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાજકોટના નવા બાંધકામ કામ તેમજ ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સરકારી કુમાર છાત્રાલય , રાજકોટના નવા મકાન બાંધકામ અંગેના કામનું ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો :દંપતિ ક્યારે મા-બાપ બનશે તે સરકાર નક્કી કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સાથે જ રાજકોટ ખાતે ડેપ્યુટી કલેક્ટર કેટેગરી માટેના ક્વાટર્સ બનાવવાના કામનું ખાતમુહૂર્ત, રાજકોટ ખાતે માનિસક બિમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલા સ્ત્રી-પુરુષો માટે પુન: વ્યવસ્થાપન ગૃહનું બાંધકામ, મિતાણા – નેકનામ – પડધરી રોડનું રિસરફેસિંગ, પડધરી બાયપાસથી ગામ સુધીના સર્વિસ રોડનું રિસરફેસિંગ, કોટડા સાંગાણી – રામોદ રોડનું રિસરફેસિંગ, રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ ન 04 માં બાકી રહેતી સોસાયટીમાં ડ્રેનેજનું કામ,મહિકા મેઈન રોડથી પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ થઇ માધવ વાટીકા સુધી ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાનું કામ તેમજ વોર્ડ નં.૫માં લાલપરી નદી પર સ્લેબ કલ્વર્ટ બનાવવાનું કામ સહિત કુલ 18 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.


