કેદીને લઇને જતી પોલીસ જીપને અકસ્માત : આરોપીએ જ ઇજાગ્રસ્ત પોલીસને હોસ્પિટલે ખસેડયા,વંથલી કોર્ટમાં જતી પોલીસ વાન દીવાલ સાથે અથડાઇ
રાજકોટ ગોંડલ ચોકડીએ મહેસાણાથી ગુજસીટોકના આરોપીને લઈને વંથલી કોર્ટમાં જતી પોલીસ વાન દીવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં એક પોલીસે કર્મી અને ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ આરોપીએ અન્ય એક પોલીસ જવાનની મદદ કરી બંનેને હોસ્પિટલે ખસેડયા હતા. બનવા અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગોંડલ ચોકડી પુલ નીચે ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ ધડાકાભેર દિવાલ સાથે અથડાતાં અહીંથી નીકળતા રાહદારીઓ દોડી આવ્યા હતા. પોલીસ વાનમાં સવાર ડ્રાઈવર અને એક પોલીસને કર્મીને ઈજા પહોંચી હોય જેથી પાછળની સીટમાં બેઠેલા કોન્સ્ટેબલ અને એક યુવકે બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 ને જાણ કરી હતી.જે બાદ તમામને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ભરતસિહ ચેહુજી ચાવડા ( ઉંમર 51 રહે. મહેસાણા) એ જણાવ્યું હતું કે, પોતે મહેસાણા હેડક્વાટરમાં ફરજ બજાવે છે. તેઓ સવારે ૬ વાગ્યે મેહસાણા જેલમાંથી આરોપી વિપુલને લઈને વંથલી કોર્ટમાં જવા નીકળ્યા હતા. પોલીસ વાનમાં તેમની સાથે મહેશ રઘજીભાઈ ચૌધરી અને આઉટસોર્સ ડ્રાઈવરે અનુપ હતો.
11 વાગ્યા આસપાસ રાજકોટ ગોંડલ ચોકડી પાસે પહોંચતા અચાનક એક આવજ આવ્યો અને બોલેરો દીવાલ સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અનુપના કહેવા મુજબ સ્ટયરીંગ ચોટી ગયું હતો. બનાવ બાદ પાછળની સીટમાં બેઠેલા આરોપી વિપુલ અને મહેશભાઈએ ઈજાગ્રસ્ત ભરતસિહ અને અનુપને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ભરતસિહને આંખે અને પગમાં ઈજા પહોંચી હતી. 108 મારફતે સિવિલ હોસ્પિટલે આવ્યા બાદ કોન્સ્ટેબલ મહેશભાઈ રાજકોટ કંટ્રોલમાં એન્ટ્રી પડાવી સાથે રહેલા આરોપીને નજીકના પોલીસ મથકની કસ્ટડીમાં મોકલ્યો હતો
