નેપાળના તોફાનોએ યાત્રાળુ મહિલાનો ભોગ લીધો : હોટલમાં આગથી બચવાના પ્રયાસમાં ઘાયલ થતાં ભારતીય મહિલાનું મોત
પશુપતિનાથ ના દર્શન માટે પતિ સાથે નેપાળ ગયેલા એક ભારતીય મહિલાનું હોટલમાં લાગેલી આગથી બચવા માટે કૂદકો માર્યા બાદ ગંભીર ઈજા થતાં કરુણ મૃત્યુ થયું હતું. શુક્રવારે ગાઝિયાબાદમાં તેમના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. બનાવવાની વિગત એવી છે કે ગાઝિયાબાદના રામવીર સિંહ ગોલા (58) અને તેમના પત્ની રાજેશ ગોલા પશુપતિનાથ મંદિરના દર્શન માટે તારીખ 7 ના રોજ કાઠમંડુ પહોંચ્યા હતા. દરમિયાન નેપાળમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. તોફાનીઓએ ગોલા દંપતી જ્યાં ઊતર્યું હતું એ ફાઇસટાર હોટલ હિલ્ટનને પણ આગ ચાપી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગોલા દંપતી હોટેલના ઉપરના માળે રોકાયા હતા. આગથી બચવા રામવીર સિંહે બારીના કાચ તોડી પડદા વડે પત્નીને નીચે ઉતારવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો હાથ લપસી જતા તેઓ નીચે પડ્યા હતા. ગંભીર ઇજાઓ સાથે તેમને હોસ્પિટલે લઈ જવાતા હતા ત્યારે મોટી માત્રામાં લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. રામવીર સિંહ ના પુત્રના જણાવ્યા મુજબ સંદેશા વ્યવહાર ખોરવાઈ જતા બે દિવસ સુધી તેમનો તેમના પિતા સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.અંતે તેમના પિતા રાહત છવણીમાં હોવાની જાણકારી મળી હતી.
આ પણ વાંચો :રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદની ખેંચ : વર્ષ 2025માં રાજ્યમાં કયા કેટલો વરસાદ,જાણો ઝોન વાઇઝ તમામ વિગત
આ અત્યંત ભયંકર અને કરુણ ઘટનામાં પણકાઠમંડુ ખાતેની ભારતીય રાજદૂત કચેરી તરફથી કોઈ ખાસ સહાય ન મળી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. શુક્રવારે મૃતક મહિલાનો મૃતદેહ ગાઝિયાબાદ લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. પશુપતિનાથની યાત્રા માટે ગયેલી મહિલાના આ કરોડ મૃત્યુને પગલે સમગ્ર ગાઝિયાબાદ આઘાતમાં ગરકાવ થઈ ગયું હતું.

હોટલમાં હજુ પણ અનેક ભારતીય નાગરિકો મદદની પ્રતિક્ષામાં
મળતી માહિતી મુજબ પશુપતિનાથ મંદિરની મુલાકાતે ગયેલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના 10 યાત્રીઓનું એક જૂથ છેલ્લા ત્રણ દિવસથી એ હોટેલમાં જ ફસાયેલું છે. આ જૂથમાં સ્થાનિક ભાજપ નેતા સુનીલ કુમાર તાયલનો સમાવેશ થાય છે, જેમણે રાજ્યના મંત્રી કપિલ દેવ અગ્રવાલ પાસે સહાય માંગી છે. આ દરમિયાન, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ચાર પરિવારોના ઓછામાં ઓછા 14 લોકો પણ કાઠમંડુમાં ફસાયેલા છે. બુધવારે એક વીડિયો સંદેશમાં, જૂથના એક હોટેલમાં ખોરાક ખૂટી ગયો હોવાનું જણાવ્યું હતું. એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન ફસાયેલા યાત્રીઓની સુરક્ષિત વાપસી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
તેલુગુ નાગરિકો સુરક્ષિત પરત ફર્યા
આંધ્ર પ્રદેશ સરકારે નેપાળમાં ફસાયેલા તેમના રાજ્યના નાગરિકો માટે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી હતી. ગુરુવારે, કાઠમંડુમાં ફસાયેલા ભારતીયો માટે 154 બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યા હતા. 12 તેલુગુ પ્રવાસીઓને લઈ જતું એક ચાર્ટર પ્લેન નેપાલગંજમાં સુરક્ષિત ઉતર્યું હતું જ્યારે 10 પ્રવાસીઓ સાથેનું બીજું પ્લેન પોખરાથી કાઠમંડુ પહોંચ્યું હતું. આ જૂથો પછી ઈન્ડિગોની ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફર્યા હતા. આ પહેલાં, 22 તેલુગુ નાગરિકો સુરક્ષિત પરત ફર્યા હતા એમ રાજ્યના મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું.
