શિક્ષકસહાયકની ભરતીમાં 6 વિષયમાં ‘લાયક’ ઉમેદવાર ન મળ્યાં! 851 શિક્ષકોની જગ્યા ખાલી પડી હોવાનું આવ્યું સામે
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકસહાયકની ભરતીમાં છ જેટલા વિષયમાં શિક્ષકોની 851 જેટલી જગ્યા માટે લાયક ઉમેદવાર મળ્યા નહિ! રાજય પરીક્ષા બોર્ડ દ્વારા સાયકોલોજી,સોશિયોલોજી, ઇંગલિશ ફિલોસોફી,આંકડાશાસ્ત્ર અને એગ્રીકલ્ચર વિષયમાં 120 કરતાં વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પૂરતી ના હોવાથી 851 જેટલી જગ્યા ખાલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :મેયરના સહિત રાજકોટમાં છ વોર્ડના રસ્તા 74 કરોડના ખર્ચે નવા બનશે : એજન્સી 5.76% ‘ડાઉન’ ભાવે કામ કરવા તૈયાર
શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ પ્રક્રિયામાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું હતું ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 4095 જગ્યાની ભરતી સામે 3240 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી 3050 જેટલા ઉમેદવારો શાળામાં હાજર થયા હતા અને 1045 જગ્યા ખાલી પડી છે.
આ પણ વાંચો :અમદાવાદમાં સાળા 16 વર્ષના કિશોરે હેવાનિયતની હદ વટાવી : 14 વર્ષના સગીર સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
ધો.11 અને ધો.12માં શિક્ષકોની ભરતી માટે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા લેવાઈ હતી. મેઇન્સની પરીક્ષા 200 ગુણની લેવામાં આવી હતી.તેમાં પાસ થવા માટે 120 ગુણ લાવવાના હતા.જેમાંથી ખૂબ ઓછી સંખ્યામાં ઉમેદવારો 120 કરતાં વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા હતા.