હવે રહી રહીને PM મોદી મણિપુર જાય છે પણ હાલ દેશમાં વોટચોરીનો મુદ્દો સૌથી મહત્વનો : જુનાગઢમાં રાહુલ ગાંધી વરસ્યા
ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ખાસ કવાયત હાથ ધરી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલ પ્રેરણાધામ ખાતે સંગઠન સૃજન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરના પ્રારંભ બાદ શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે વાર્તાલાપ કરી કોંગ્રેસની રણનીતિના પાઠ ભણાવ્યા હતા.જો કે, રાહુલ ગાંધીના જૂનાગઢમાં આગમન સમયે પાકિસ્તાની આલ્બમનું ગીત વગાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢમાં ભવનાથ ખાતે પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આવી હવાઈ માર્ગે કેશોદ આવી પહોંચ્યા હતા. કેશોદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મણિપુર જઈ રહ્યા છે તે સારી બાબત છે. મણિપુરમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, હાલમાં દેશમાં મુખ્ય મુદ્દો તો વોટ ચોરીનો છે. અમે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટચોરી થઇ હોવાનું સાબિત કરી બતાવ્યું છે અને દેશના નાગરિકોમાં વોટચોરીની જ ચર્ચા હોવાનું તેમને જણાવ્યું હતું.શુક્રવારે સાંજ સુધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થશે.
#WATCH | Junagadh, Gujarat: On PM Modi likely to visit Manipur, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The issue in Manipur has been ongoing for a long time. It is good that he is going there now. But the main issue in the country is that of 'Vote Chori'. The election… pic.twitter.com/1zJBJcbhAh
— ANI (@ANI) September 12, 2025
નોંધનીય છે કે, કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે શહેર-જિલ્લાના પ્રમુખોને સંબોધિત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. સાથે જ કોંગ્રેસ પ્રમુખોને પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઈકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
આ પણ વાંચો :VIDEO : કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મોદીની મણિપુરની મુલાકાત
ડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટકળો ચાલી રહી હતી. જે બાદ હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરના મુખ્ય સચિવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતથી શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો બનશે. મણિપુરમાં માર્ચ 2023થી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસા ભડકી હતી અને તેમાં અનેક લોકોના મોત પણ થયા હતા. આ હિંસા બાદથી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ હશે.
