Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટલાઇફસ્ટાઇલ

તારી ચણિયાચોળીએ જોબનીયા ધેલા કીધાં…ચણિયાચોળીમાં અજરખ પ્રિન્ટ અને લેસનો ટ્રેન્ડ : ખેલૈયાઓ ટ્રેડિશનલ ચશ્મા સાથે ગરબે ઘુમશે

Tue, September 9 2025

નવલાં નોરતાને આડે હવે 11 દિવસ જેવો સમય બાકી છે,રાસોત્સવની રંગત માટે રાસરસિયાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.નવરાત્રિ પૂર્વે રાજકોટમાં વેલકમ ગરબા માટેની તૈયારીઓ ખેલૈયાઓએ શરૂ કરી દઈ ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ સાથે ટ્રેડિશનલ ચણીયાચોળી ,ધોતી,કેડીયાનાં બુકીંગ શરૂ કરી દીધા છે.દર વર્ષની જેમ ટ્રેડિશનલ ડ્રેસીસના બુકિંગ માટે પડાપડી નથી કારણકે વરસાદની આગાહી વચ્ચે ખેલૈયાઓ પણ અવઢવમાં મુકાયા છે જેના કારણે અત્યારે ઇન્કવાયરી સાથે બે ચાર દિવસ કે વેલકમ ગરબા માટે બુકીંગ કરાવી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુઁ.



નોરતાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે,જ્યારે સોશિયલ મીડિયામાં નોખી-અનોખી ભાત, ડિઝાઇન અને વર્ક સાથેનાં ચણિયાચોળીની રીલ ટ્રેન્ડિંગમાં છે.યુવતીઓ ખાસ કરીને એક બે જોડી ચણિયાચોળીની ખરીદી કરી બાકી આખી નવરાત્રિ ભાડે મળતાં ચણીયાચોળીનાં પેકેજ બુકીંગ કરાવે છે.વર્ષો આ ટ્રેન્ડ ચાલતો આવ્યો છે જે આજે પણ હજુ યથાવત રહેતા રાજકોટમાં અનેક જગ્યાએ ભાડે મળતા ચણીયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસિસનો વેપાર થવા લાગ્યો છે.

ઝૂમે ગોરી….ઘૂમે ગોરી….આ ગીત પણ ગરબે રમતી યુવતીઓનાં 6 મીટર થી લઈ 14 મીટરનાં ઘેરદાર ચણીયાની ચમક પર લખાયું છે તેવી રીતે આ વર્ષે પણ ઘેરદાર અને 32 થી 60 કલીવાળા ચણીયાચોળી ઇન ટ્રેન્ડ છે.ડિઝાઈનર રૂપલબેન કહે છે કે,બે વર્ષથી કલમકારી,પ્લેન અને હેન્ડવર્ક તેમજ અજરખની પ્રિન્ટવાળા ચણીયાચોળીની ડિઝાઇન ચાલતી હતી.જ્યારે આ વર્ષે પ્લેન સાથે પ્રિન્ટેડ,અજરખ પ્રિન્ટ, રોમન લેસ,લેસપટ્ટા,બાંધણીની ડિઝાઇનનાં ચણીયાચોળી આવ્યા છે.બે વર્ષથી ચણીયાચોળીમાં “પટોળા” ની ડિઝાઇનએ ધૂમ મચાવી હતી.


વધુમાં જણાવ્યું કે ઘેરદાર ચણીયાની સાથે બ્લાઉઝમાં કેડીયા,રેગ્યુલર, રાજસ્થાની, બેકલેસ ઉપરાંત લાંબા શ્રગ જેવા ડિઝાઈનર બ્લાઉઝ યુવતીઓ પસંદ કરે છે.આ નવરાત્રિએ ટ્રેડિશનલ ચણીયાચોળીની સાથે વેસ્ટર્ન સ્ટાઇલમાં પણ જેમાં લોંગ કટ અને શર્ટ તેમજ ટોપ દ્વારા ચણિયાચોળીનો ટ્રેન્ડ આવ્યો છે. બાળકો માટે પણ અલગ અલગ ડિઝાઇનવાળા ચણીયા ચોળી અને યુવકો માટે પરંપરાગત ધોતી,કુર્તા સાથે આ વખતે શર્ટ આવ્યા હોવાનું અરુણા ચણિયાચોળીનાં મોનિકભાઈ ગોકાણીએ જણાવ્યું હતું. ઘણા ખેલૈયાઓ કપલ ડ્રેસ સિલેક્ટ કરે છે.જેની ફેશન થોડા વર્ષોથી ચાલી છે. આ વર્ષે વરસાદની આગાહી હોવાના લીધે ખેલૈયાઓ હજુ દસ દિવસના નોરતા માટેના પેકેજ બુકિંગ કરતા પહેલા વિચારી રહ્યા છે. આ વર્ષે યુવકો માટે 2000થી લઇ 2500 સુધીના પેકેજ અને યુવતીઓ માટે 3000 થી લઈને 3500 સુધીના ચણિયાચોળીના પેકેજ ની રેન્જ ઉપલબ્ધ છે જ્યારે ડિઝાઇનર ચણિયાચોળીમાં 10,000 થી શરૂ થાય છે.



તેનું કાલા ચશ્મા જચદા હૈ… ખેલૈયાઓ આ વખતે ટ્રેડિશનલ ચશ્મા સાથે ગરબે ઘુમશે

દર વર્ષે ગરબામાં અવનવી ફેશન આવતી હોય છે,તરણેતર કે પછી મોર અને પોપટીયા સાથેની ફેન્સી છત્રી,પાઘડી પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમી આકર્ષણ જગાવે છે,આ વર્ષે જેમાં નવી સ્ટાઇલ આવી છે જે ગ્રાઉન્ડ પર સ્વેગ જમાવી દેશે..!! મોનિકભાઈ ગોકાણીએ કહ્યું કે,આ વર્ષે ટ્રેડિશનલ વર્કવાળા ચશ્મા જેમાં કોડી, સિતારા અને લેસ લગાવી છે,જે જોતા જ ખેલૈયાઓને ગમી જાય છે ને ડ્રેસનું બુકીંગ કરાવે કે ન કરાવે..પણ આ સ્ટાઈલ આપતાં ચશ્માનું બુકીંગ જોરદાર છે. આ ચશ્મા હોટફેવરિટ બન્યા છે.

આ પણ વાંચો : આજીએ કર્યા રાજી: 4 મહિના સુધી RMCએ સરકાર પાસેથી વેચાતું પાણી નહીં લેવું પડે, રાજકોટ જિલ્લાના 14 ડેમ 100 ટકા ભરાયા

જો વરસાદ વિઘ્ન નહિ બને તો ટ્રેડિશનલ ડ્રેસીસનો વેપાર 60 કરોડને આંબી જશે

ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસનાં વેપારીઓને ભીતિ છે કે,જો નવરાત્રિ સમયે જ વરસાદ વિઘ્ન બનશે તો ખરીદી અને બુકીંગ બંનેમાં અસર દેખાશે.બે વર્ષથી દર વર્ષે નવરાત્રિ પર વરસાદની આગાહી હોય છે જેને કારણે એડવાન્સ બુકીંગ પર અસર રહે છે,પણ વરસાદ ન હોય એટલે છેલ્લે છેલ્લે ખરીદી અને ઓર્ડરો આવતાં હોય છે.આ વખતે પણ ખેલૈયાઓએ થોભો અને રાહ જોવોની નીતિ પકડી છે.હાલનાં સંજોગોમાં વિન્ડો શોપિંગ છે પણ ખરીદી હજુ નવરાત્રિનાં એક બે દિવસ પહેલા થશે ને વરસાદ નહિ આવે તો આ વખતે 60 કરોડને પાર આ વેપાર થઈ જશે.આ વખતે 10 દિવસ નોરતા છે.

Share Article

Other Articles

Previous

દેશમાં થશે સંપૂર્ણ ડિજિટલ વસતિ ગણતરી : જાતિ ગણના પણ થશે,34 લાખ કર્મીઓ પોતાના મોબાઈલથી જ ડેટા કરશે ટ્રાન્સફર

Next

આજીએ કર્યા રાજી: 4 મહિના સુધી RMCએ સરકાર પાસેથી વેચાતું પાણી નહીં લેવું પડે, રાજકોટ જિલ્લાના 14 ડેમ 100 ટકા ભરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
34 મિનિટutes પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
35 મિનિટutes પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
36 મિનિટutes પહેલા
રાજસ્થાનમાં ગમખ્વાર દુર્ઘટના, લગ્નમાંથી પરત આવતા 6 યુવાનોના કાર અકસ્માતમાં મોત
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટના ભાર્ગવ જાનીએ ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’માં વટ્ટ પાડી દીધો! ગુજરાતના 30 બાળકોના ગ્રુપે ધમાકેદાર તબલા પર્ફોમન્સથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
Entertainment
4 મહિના પહેલા
વડીલો હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ નથી ઉતરાવતા…?
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
ગુજરાત
2 મહિના પહેલા
મુંબઈ મહાપાલિકા: મત ગણતરી શરૂ, 47 બેઠકોના પ્રવાહમાં ભાજપ અને શિવસેના મહાયુતી 25 બેઠકો પર આગળ, યુબીટી મનસે ગઠબંધન 20 બેઠકો પર આગળ
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર