Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિવિલમાં ટેન્ડર વગર થતી દવા ખરીદીનો ખેલ ખતમ : હવે GMSCLના રેટ કોન્ટ્રાકટર પાસેથી જ  કરવી પડશે ખરીદી

Tue, September 2 2025

 રાજ્યના આરોગ્ય વિભાગે રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતની રાજ્યની તમામ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં લાંબા સમયથી વગર ટેન્ડરે થતી દવાની ખરીદીનો ખેલ એક જ ઝાટકે ખતમ કરી નાખી તા.26 ઓગસ્ટના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરી હવેથી કોઈપણ દવાની ખરીદી GMSCL માન્ય રેટ કોન્ટ્રાકટર પાસેથી જ કરવા તેમજ જરૂર પડે તો માત્ર પંદર દિવસની જરૂરત મુજબ જ સ્થાનિક જનઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ દવા જ ખરીદ કરવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, લાગતા વળગતાઓને કમાવી દઈ કમિશન ખાવા અત્યાર સુધી જન ઔષધિ કેન્દ્રને વચેટિયાની ભૂમિકામાં રાખી કરોડોની દવા વગર ટેન્ડરે ખરીદી કરવામાં આવતી હોવાની બાબત આરોગ્ય વિભાગના ધ્યાને આવતા આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાને અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કોઈ રાહત નહીં

રાજ્યના આરોગ્ય વિભાગના અંડર સેક્રેટરી હિતેન્દ્ર મોરની સહીથી આરોગ્ય વિભાગે ગત.તા.26ના રોજ મહત્વનો પરિપત્ર કર્યો છે જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો, હોસ્પિટલો, જિલ્લા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં દવાઓ કે સાધનોની ખરીદી માટે GMSCLના રેટ કોન્ટ્રાક્ટ હોવા છતાં સ્થાનિક ખરીદી કરવામાં આવી રહી છે. યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદી કરાઈ રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સમાંથી જેનરિક દવાઓ સિવાયની વસ્તુઓ એટલે કે ઈમ્પ્લાન્ટ તેમજ વિવિધ કિટ પણ મેળવાઈ રહી છે.

આ પણ વાંચો :દશેરા-દિવાળીએ સોનુ 1.10 લાખની સપાટીને પાર? સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે : 18,14 કેરેટની માંગ વધી

દવા તેમજ મેડિકલ સાધનોની મોટા પ્રમાણમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી ટેન્ડર વગર ખરીદી કરવામાં આવતી હોવાની બાબતો સામે આવતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલોને રેટ કોન્ટ્રાક્ટનો ફરજિયાત ઉપયોગ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જ્યાં સુધી માન્ય રેટ કોન્ટ્રાક્ટ હોય ત્યાં સુધી તમામ સંસ્થાઓએ GMSCL દ્વારા દવાઓ, સાધનોની કરજિયાત ખરીદી કરવી પડશે. રેટ કોન્ટ્રાક્ટ હોય ત્યારે કોઈ સ્થાનિક ખરીદી કરી શકાશે નહિ. જો જીએએસસીએલ દવાઓ સપ્લાય ન કરી શકે તો આ તંત્રને જાણ કરીને અથવા તો રેટ કોન્ટ્રાક્ટર પાસેથી અથવા તો જનઔષધિ સ્ટોર્સમાંથી અસ્થાયી રીતે ખરીદી કરી શકાશે. આ ખરીદીનો જથ્થો 15  દિવસથી વધુ ન હોવો જોઈએ, જો આ નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે અને અધિકારીઓને ભૂલ માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાવમાં આવશે તેમ પણ સ્પષ્ટ પણે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ

રાજકોટ સિવિલમાં વર્ષે દસ કરોડથી વધુની ખરીદી

આરોગ્ય વિભાગે ખાસ પરિપત્ર કરી દવાની ખરીદી રેટ કોન્ટ્રાકટર કે, GMSCL એટલે કે, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રેટ કોન્ટ્રાકટર મારફતે જ કરવા આદેશ કર્યો છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે મળતિયાઓને ખટાવવા તેમજ તગડું કમિશન મેળવવા માટે વગર ટેન્ડરે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતેથી દસેક કરોડથી વધુની ખરીદી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, જન ઔષધિ કેન્દ્રો પાસે દવાઓ તેમજ ઇમ્પ્લાન્ટ ઉપલબ્ધ ન હોવા છતાં જન ઔષધિ કેન્દ્રના કર્તાહર્તા વચેટિયાની ભૂમિકા ભજવી બજારમાંથી આવી દવા કે સાધનો ખરીદી કરી સીવીલને આપતા હતા અને સિવિલ સત્તાવાળાઓ હસતા મોઢે મોંઘા ભાવે આવી દવાઓ અને સાધનો ખરીદી કરતા હતા પરંતુ સરકારના પરિપત્રથી હવે આ ખેલ બંધ થશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ-જેતપુર હાઈવેના કોન્ટ્રાક્ટરને વધુ રૂ.5 લાખનો દંડ : CMએ 5 વિભાગો સાથે બેઠક યોજી વહેલી તકે કામ પૂર્ણ કરવા આપ્યો આદેશ

Next

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાને અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કોઈ રાહત નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
14 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
14 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
14 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

Loksabha election RESULT 2024 : રાજકોટ લોકસભા બેઠકમાં બીજા રાઉન્ડના અંતે ભાજપના પરસોતમ રૂપાલા 7 હજાર મતે આગળ
ગુજરાત
2 વર્ષ પહેલા
ઉર્વશીએ જૈન ન હોવા છતાં કરી આયંબીલની ઓળી : યુવાનો માટે ઉદાહરણ રૂપ
રાજકોટ
2 વર્ષ પહેલા
આ તે કેવી લાપરવાહી! મહિલાએ ટીપરવાનમા રોકડ ભરેલુ પર્સ ફેંકી દીધુ
રાજકોટ
2 વર્ષ પહેલા
શેરબજારની મંદીને કારણે પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ : આઈ.પી.ઓની સંખ્યામાં ધરખમ ઘટાડો
બિઝનેસ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર