કેજરીવાલ જંતર મંતર ખાતે જનતા દરબાર ભરશે
દિલ્હીના મુખ્યમંત્રી પદ્ધતિ રાજ્યના મુખ્ય બાદ અરવિંદ કેજરીવાલ 22મી સપ્ટેમ્બરે દિલ્હીની જનતા સાથે સીધો સંવાદ કરશે. એ માટે જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કેજરીવાલે ભાજપના દરેક ષડયંત્રને નાકામ કર્યું છે. અરવિંદ કેજરીવાલ બહાર હોય ત્યાં સુધી દિલ્હીનો વહીવટ અટકાવી નહીં શકાય તેવું માનતી સરકારે તેમને જેલ ભેગા કર્યા પણ કેજરીવાલે સાબિત કર્યું કે જેલમાંથી પણ વહીવટ થઈ શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે હવે નિર્ણય જનતાના હાથમાં છે. જો જનતા કેજરીવાલને ફરી એક વખત જંગી બહુમતીથી મુખ્યમંત્રી બનાવશે તો દેશનું સન્માન વધશે અને ષડયંત્રકારોનો પરાજય થશે. તેમણે કહ્યું કે ૨૨મી સપ્ટેમ્બરે જનતા કી અદાલતમાં કેજરીવાલ લોકો સાથે સંવાદ કરશે અને જનતાના સવાલોના જવાબ આપશે.
રાજીનામું આપ્યા બાદ યોજાયેલા આ પ્રથમ જાહેર કાર્યક્રમમાં કેજરીવાલ અગામી રણનીતિ જાહેર કરશે તેવું માનવામાં આવે છે.