Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ : શિવભક્તિ- સંસ્કૃતિનો અનોખો સમન્વય, પશુ પ્રદર્શન હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે

Tue, August 26 2025


સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે તા. 26  થી 29  સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટના રોજ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9:00 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.



ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. 28 ઓગસ્ટના રોજ સવારે 06:30 કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને 08.30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.

મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે 09.30 કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો : રાજકોટ કોર્ટના નિવૃત્ત ક્લાર્કને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.88.50 લાખ પડાવ્યા : ભાવનગરના 3 શખસો પકડાયાઃ કમ્બોડિયાની ગેંગનું કારસ્તાન હોવાની આશંકા

ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 07.00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12.00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ  શામજીભાઈ ચૌહાણ,  કિરીટસિંહ રાણા,  પ્રકાશભાઈ વરમોરા,  પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.

પરિવહન: એસ.ટી. વિભાગની સજ્જતા

તરણેતર મેળામાં પહોંચવા અને પરત ફરવા માટે સહેલાણીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતાં રાજકોટ વિભાગીય નિયામક  જે.વી.કલોતરાએ જણાવ્યું હતું કે, તરણેતર મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, ધ્રાંગધ્રા થી તરણેતર મેળાનાં માણીગરો સરળતાથી પહોચી શકે તે માટે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, ચોટીલા અને ધ્રાંગધ્રાથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. મેળાના મુખ્ય ત્રણ દિવસ તા. 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિવિધ ડેપોમાંથી ૧૨૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસ સેવા 24 કલાક કાર્યરત રહેશે, જેથી મુસાફરોને ગમે તે સમયે મેળા સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ અગવડતા ન પડે.

આ પણ વાંચો : હવે આપણે નવા મંત્રીઓ…મંત્રીમંડળમાં ફેરફાર અને પ્રદેશ પ્રમુખની નિમણુંકનો અણસાર આપતા સી.આર.પાટીલ

મુખ્ય બસ રૂટ્સ અને ભાડાની વિગતો વિશે વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ થી તરણેતર સુધી એક મુસાફર દીઠ ભાડું રૂ.140/- નિર્ધારિત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર થી તરણેતર રૂટ પર નિયમિત બસ સેવા ઉપરાંત વધારાની બસોનું પણ સંચાલન થશે. ચોટીલા થી તરણેતર રૂટ પરનું ભાડું રૂ. ૭૫ રહેશે. ધ્રાંગધ્રા, હળવદ, થાન, સરા અને ચોટીલા આ તમામ સ્થળોએથી પણ પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ રહેશે, જેથી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો માટે પણ સરળતા રહે.

ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા

એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જાહેર પરિવહનથી મેળા સ્થળ અને આસપાસના રસ્તાઓ પર થતી ટ્રાફિકની સમસ્યાને સરળતાથી અંકુશમાં લાવી શકાશે. આ ઉપરાંત, પોલીસ અને ટ્રાફિક વિભાગના સહયોગ અને સંકલન થકી વાહનોના પાર્કિંગ અને ટ્રાફિકના સુચારૂ સંચાલન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ વ્યસ્થાઓ મેળાના આયોજનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.

આમ, તરણેતરનો મેળો માત્ર લોકસંસ્કૃતિનો જ નહીં, પરંતુ જિલ્લા તંત્રની સુચારૂ આયોજન ક્ષમતા અને સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહેશે. આ મેળો લોકોને સાંસ્કૃતિક વૈભવના આનંદ સાથે સુરક્ષિત અને સરળ પ્રવાસનો અનુભવ પણ આપશે. આમ તરણેતર લોકમેળો સંસ્કૃતિ, આનંદ અને સુવ્યવસ્થાનું લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

Share Article

Other Articles

Previous

અંબાણીના વનતારાને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ : SITની કરી રચના, જાણો શું છે સમગ્ર મામલો, કયા મુદ્દા પર થશે તપાસ?

Next

હવે આપણે નવા મંત્રીઓ…મંત્રીમંડળમાં ફેરફાર અને પ્રદેશ પ્રમુખની નિમણુંકનો અણસાર આપતા સી.આર.પાટીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
60 મિનિટutes પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
1 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
2 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા : ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીને ઠાર માર્યા, કુખ્યાત BATના આતંકવાદીનો પણ સમાવેશ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટથી મુંબઈની સવારની ફલાઇટને 15 દિવસની ‘બ્રેક’ : આ તારીખથી ફરી ઉડાન ભરશે, વેપારીઓ-ઉદ્યોગકારો માટે આ ફલાઇટ મહત્વપૂર્ણ
ગુજરાત
1 મહિના પહેલા
યુપીના ગાઝિયાબાદમાં ધોળા દિવસે વકીલની હત્યા
નેશનલ
2 વર્ષ પહેલા
અગ્નિકાંડ જેવી ઘટના બીજી વખત ન બને તે માટે આકરાં નિયમો બનાવાશે: CP
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર