જવેલર્સ અને આંગડીયા પેઢીના વાહનોમાં CCTV ફરજિયાત : રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામ પ્રસિદ્ધ કરાય
રાજકોટ જિલ્લામાં અવાર-નવાર હાઇવે ઉપર આંગડિયા લૂંટના બનાવ બની રહ્યા છે ત્યારે આવા ગુન્હામાં લૂંટ, ધાડ અને ચોરીને અંજામ આપનાર આસાનીથી ઓળખી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જવેલર્સ, શરાફી મંડળી અને આંગડીયા પેઢીના એકમો તેમજ તેમના રોકડ-દાગીના હેરફેર કરતા તમામ વાહનોમાં ફરજીયાત સીસીટીવી લગાવવા આદેશ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આરોપીને સજા થાય તો જ ગુનાનો સાચો ભેદ ઉકેલાયો ગણાય – DCP પ્રદીપસિંહ જાડેજા
રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે. ગૌતમ દ્વારા ભારતીય નાગરિક સંહિતાની કલમ 163 અન્વયે મળેલી સતાની રૂએ ગ્રામ્ય વિસ્તારોમાં બનતા લૂંટ, ધાડ, ચોરી જેવા બનાવો અટકાવવા માટે તમામ જવેલર્સ, શરાફી મંડળી, આંગડીયા પેઢીના વાહનોમાં નંબર પ્લેટ, વાહન ચાલક તેમજ બાજુમાં બેઠેલા વ્યક્તિનું રેકોર્ડિંગ થઈ શકે તેમજ જે તે એકમમાં પ્રવેશ તેમજ નિકાસ માર્ગ ઉપર નાઈટ વિઝન હાઈડેફીનેશન કેમેરા ફિટ કરી 30 દિવસ સુધી બેકઅપ જાળવી રાખવા અને પોલીસ કે એજન્સી માંગે ત્યારે આ ડેટા ઉપલબ્ધ કરાવવા જાહેરનામું અમલી બનાવ્યું છે.
