જન્માષ્ટમીના મીની વેકેશનમાં મેઘરાજાના મંડાણ: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો હાલ આરામના મૂડમાં છે રજાના મૂડમાં છે. સાતમ-આઠમ એટલે કે જન્માષ્ટમીની રજાને લઈને લોકોમાં અનેરો થનગનાટ છે. લોકો આ રજામાં પોતાના ફેમેલી અને ફ્રેન્ડ સાથે ફરવા જતા હોય છે મોજ મસ્તી કરવા જતા હોય છે ત્યારે તેમની આ મોજ-મસ્તી કરવાના પ્લાન પાર પાણી ફરી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ જન્માષ્ટમીના પર્વે મેઘરાજાના કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ મેઘરાજા તહેવારોની મજા બગાડી શકે છે.

હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે, જે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હાલ ગુજરાત પાર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ભુક્કા બોલાવશે તેવું લાગી રહ્યું છે.
16 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની જોર વધશે
ગુજરાત પર એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે. રાજકોટ સહીત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટા પડી જ રહ્યા છે ત્યારે આગાહી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવું લાગી રહ્યું છે. 16 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

15-16 ઓગસ્ટ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
15-16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : રાજકોટમાં લોકમેળો શરૂ થાય તે પૂર્વે જ પુરવઠા-પશ્ચિમ મામલતદારની કાર્યવાહી : ખાણીપીણીના બે સ્ટોલમાંથી ગેસના બાટલા જપ્ત
તા.17-18 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની
તા.17-18 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 19 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદનો અંદાજ છે. 20 ઓગસ્ટે કચ્છ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.
