કંપાવી દેનારા ઉત્તરાખંડના દ્રશ્યો : 34 સેકેન્ડમાં હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં, વિડીયોમાં જુઓ ધરાલીના અત્યંત ભયાવહ દ્રશ્યો
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં મંગળવારે વાદળ ફાટવાની એક મોટી ઘટના સામે આવી છે. આ કુદરતી આફતથી ગામમાં ભારે વિનાશ થયો હતો, જેમાં ઘણા ઘરો, દુકાનો અને હોટલો ધોવાઈ ગઈ હતી.આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે માત્ર 34 સેકેન્ડમાં જ આખું ગામ તબાહ થઇ ગયું અને પાણીના પ્રવાહમાં વહી ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. 50 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ ઘટના ધારાલી ગામ નજીક ભાગીરથી નદીના વિસ્તારમાં બની હતી, જ્યાં વાદળ ફાટવાથી અચાનક પૂર અને કાટમાળ સર્જાયો હતો.
Nature’s fury at its worst. Horrifying footage of the moment the flash flood hit in Uttarkashi… People seen running away but are swept away in seconds pic.twitter.com/oMZp4q9d3I
— Akshita Nandagopal (@Akshita_N) August 5, 2025
રસાદ અને અવરોધિત રસ્તાઓને કારણે મુશ્કેલી
આ પૂરથી ગામનું બજાર કાટમાળમાં ફેરવાઈ ગયું. ઘણી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે 10-12 લોકો કાટમાળ નીચે દટાયા હોઈ શકે છે, જ્યારે 20-25 હોટલ અને હોમસ્ટે ધોવાઈ ગયા હતા.અકસ્માતની જાણ થતાં જ ઉત્તરાખંડ પોલીસ, SDRF, NDRF અને ભારતીય સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદ અને અવરોધિત રસ્તાઓને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.
PM મોદીએ કહ્યું- સીએમ ધામી પાસેથી પરિસ્થિતિ વિશે માહિતી લીધી

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. SDRF, NDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

ઉત્તરાખંડ સરકારે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા

10 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. હવામાન વિભાગે 10 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ભય છે. લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ જવાની અપીલ
વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે. બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને મદદ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ઉત્તરાખંડમાં વારંવાર બનતી કુદરતી આફતોની યાદ અપાવે છે, જેના માટે વધુ સારી તૈયારી અને જાગૃતિની જરૂર છે.લોકોને નદીઓ-તળાવો તેમજ નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગંગોત્રી ધામના રસ્તા પર સ્થિત ધરાલી ગામ પર્યટક સ્થળ છે. વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અપીલ કરી છે. બચાવ ટીમ ગુમ લોકોની શોધ કરી રહી છે. પ્રભાવિત પરિવારોને મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.
