લોકોના હજારો રૂપિયા બચશેઃ RMCના 4 આરોગ્ય કેન્દ્રમાં મફતમાં ડાયાલિસીસ થશે, જાણો કઇ-કઇ સુવિધા મળશે
કિડનીના દર્દીઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હોય લોકોએ ડાયાલિસીસ માટે મસમોટી રકમ ચૂકવવા માટે મજબૂર બનવું પડી રહ્યું હોય આ સમસ્યાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા ત્રણ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 4 આરોગ્ય કેન્દ્રમાં છ ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરના નાનામવા, કોઠારિયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ છ મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવશે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ત્રણેય આરોગ્ય કેન્દ્ર ઉપર છ મશીન ઉપર દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવશે. જો કે તેના માટે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી લેબ કે હોસ્પિટલમાં ડાયાલિસીસનો ખર્ચ 2500થી ત્રણ હજાર જેવો થતો હોય છે જે અત્રે બચશે.
આ પણ વાંચો : રાજકોટમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનાર વધુ 20 આસામીઓ સામે શરતભંગ : બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં
આજે મહાનુભાવોની ઉપસ્થિતિઆ “ડાયાલિસિસ” મશીનનું લોકાર્પણ આજે સવારે 10:00 કલાકે નાના મૌવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. રાજકોટનાં જાણીતા કિડની સ્પેશિયાલિસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણીનાં હસ્તે આ જીવનદાયી સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ ધારાસભ્ય દર્શીતા શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ પ્રોજેક્ટને સફળ બનાવવા મહાપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં પાર્કિંગના ચાર્જમાં કલાકની ગણતરીનો ખેલ : દરરોજ લોકોને થયો કડવો અનુભવ,કોન્ટ્રાકટરને મહાપાલિકાની નોટિસ
કઇ-કઇ સુવિધા મળશે
- આધુનિક ડાયાલિસીસ મશીન
- નવું ડાયાલાઈઝર-ટ્યુબિંગ સેટ
- ઓટોમેટિક વોટર ટ્રીટમેન્ટ આર.ઓ.પ્લાન્ટ
- ડાયાલિસીસ માટે ઓનલાઈન ડ્રાયબાયકાર્બોનેટની સુવિધા
- પંદર દિવસે એકવાર નેફ્રોલોજીસ્ટની મુલાકાત
- દરેક ડાયાલિસીસ વખતે
- સરકારની પીએમજેએવાય યોજનાનો લાભ
- લોહી તેમજ આર્યનના ઈન્જેક્શન ફ્રી
- અદ્યતન લેબોરેટરી
- સ્વચ્છ અને આધુનિક એ.સી.ડાયાલિસીસ વિભાગ
