AAPના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું નિધન : રાજકોટ મહાપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા’ને આવ્યો હાર્ટ એટેક
રાજકોટમાં આરોગ્ય કર્મીના બેદરકારી અંગે દંપતી કોર્પોરેશન કેચરીમાં ધારણા પર બેઠા હતા જેને લઈને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ સહ સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા સહિતના કમિશનર અનેઆરોગ્ય અધિકારીને આવેદનપત્ર દેવા આવ્યા હતા જ્યાં અચાનક જ વિજયસિંહને હાર્ટ એટેક આવતા સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજે તેમનું નિધન થતા પક્ષ તેમજ પરિવારજનોમાં ગમગીની છવાઈ છે .
આ પણ વાંચો : નામ બડે ઔર દર્શન ખોટે : રાજકોટની ADB હોટેલમાં પનીર, ભારત બેકરીના ટોસ્ટ હલકા, ખાણીપીણીની 7 પેઢીને રૂ.6.60 લાખનો દંડ
વિગતો મુજબ, રાજકોટના કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં રહેતા અને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ સહ સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા 18 જુલાઈના રોજ સવારે કાર્યકરો સાથે આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને દંપતીએ કોર્પોરેશનના પટાંગણમાં કરેલા ધારણા બાબતે આરોગ્ય અધિકારી અને કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા. દમરિયાન વિજયસિંહ જાડેજા કોર્પોરેશનમાં બેભાન થઈ જતાં અહીં હાજર કાર્યકરોએ તાત્કાલિક તેમને સીપીઆર આપી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી તેમની ગંભીર હાલતને ધ્યાને લઈ સિનર્જી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઘેરી ચિતા છવાઈ જવા પામી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું હાર્ટએટેકથી નિધન થયું છે. આ આઘાતજનક સમાચારથી પરિવાર અને પાર્ટીમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ છે.