રાજકોટ : લાખે 5000ના કમિશનની લાલચે ઇડલીનો ધંધાર્થી રૂપિયા 13 લાખમાં ફસાયો, વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા હિતેષ જેઠાલાલ ચૌહાણ નામના ઈડલી સંભારની લારી ધરાવતા યુવકને ત્યાં નાસ્તો કરવા આવતા ભેજાબાજ મિહીર અશ્વિનભાઈ વાયા (રહે.સેલેનિયમ હાઈટ્સ 301 ઈવીંગ, માધાપર ચોકડી પાસે) યુવકને લોનમાં એક લાખે 5000 રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી મોબાઈલ, પર્સનલ કેસ લોન તથા કાર લોન સહિતની લોન લઈને હપ્તા નહીં ભરી યુવકને ફસાવી 12,92,324ની છેતરપિંડી-વિશ્વાસઘાત આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવકે નોંધાવેલી ફરિયાદમાં ગત તા.2-5-2024ના રોજ મિહિરે હિતેષના નામે 88000નો મોબાઈલ ફોન ખરીદ્યો હતો બીજા દિવસે તા.5ના રોજ 2,89,765ની રોકડ રકમની લોન લીધી હતી જેમાં કમિશન બાદ અન્ય રકમ મિહીરના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.
આ પણ વાંચો : રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં ગંભીર બેદરકારી: ત્રણમાંથી બે ડોઝ આપ્યા’ને કહ્યું, એક ઢોળાઈ ગયો !
ત્યારબાદ મોબાઈલ ફોન અને 6,22,497ની કાર પર લોન લીધી હતી. કારના 72 હપ્તા હતા. તમામ લોનની રકમ પૈકી માત્ર 20,700નો હપ્તો ભર્યો હતો. કુલ અલગ-અલગ 1,313,024ની લોન લીધી હતી અને માત્ર એક હપ્તો ભરી 12,92,324 નહીં ભરીને વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી હતી. | એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
